ATMમાંથી ફાટેલી નોટો નીકળે તો ડરવાની જરૂર નથી!- ફટાફટ જ કરો આ કામ મળી જશે નવી નક્કોર નોટ

RBIના નિયમો અનુસાર, તમે બેંક(Bank)માં જઈને સરળતાથી જૂની અથવા ચોંટાડેલી નોટો(Noto) બદલી શકો છો. નિયમ કહે છે કે, બેન્કો તે નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકે…

RBIના નિયમો અનુસાર, તમે બેંક(Bank)માં જઈને સરળતાથી જૂની અથવા ચોંટાડેલી નોટો(Noto) બદલી શકો છો. નિયમ કહે છે કે, બેન્કો તે નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહીં. ફક્ત આવી નોટો નકલી ન હોવી જોઈએ. જો કોઈ પણ બેંક નોટો લેવાનો ઈન્કાર કરે છે, તો તમે RBI ને ફરિયાદ કરી શકો છો, ત્યારબાદ તે બેંક સામે કાર્યવાહી થઈ શકે છે.

RBIનો નિયમ કહે છે કે, જો નોટોને અનેક ટુકડાઓમાં ફાડી નાખવામાં આવે તો પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ફાટેલી નોટનો કોઈ ભાગ ખૂટે તો પણ તેને બદલી શકાય છે. સામાન્ય ફાટેલી નોટો બેંક શાખાના કોઈપણ કાઉન્ટર પર અથવા કોઈપણ RBI ઓફિસમાં બદલી શકાય છે. આ માટે તમારે કોઇપણ ફોર્મ ભરવાની જરૂર નથી.

જો સામાન્ય ફાટેલી નોટો હોય, તો તેના બદલામાં તમને પૂરા પૈસા મળે છે. જ્યારે જો નોટ વધુ ફાટેલી હોય તો તમને નોટના મૂલ્યની માત્ર ટકાવારી પરત મળશે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, 1 રૂપિયાથી 20 રૂપિયા સુધીની નોટોમાં અડધી રકમ આપવાની કોઈ જોગવાઈ નથી. આ નોટો સંપૂર્ણ ચૂકવવામાં આવે છે. સાથે જ 50 થી 2000 રૂપિયાની નોટમાં અડધા રૂપિયા આપવાની જોગવાઈ છે.

RBIના નિયમો અનુસાર, ખરાબ રીતે બળી ગયેલા, ભાંગેલા ટુકડાઓના કિસ્સામાં નોટો બદલી શકાતી નથી. આવી નોટો RBIની ઇશ્યૂ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. આવી નોટો સાથે, તમે તમારા બિલ અથવા ટેક્સ બેંકમાં જ ભરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *