વિશ્વની કોઈ પણ રાજકીય પાર્ટીએ નથી કર્યું તેવું કરી બતાવશે ભારતીય જનતા પાર્ટી-જાણો શું છે?

ભાજપ સંગઠનની કામગારી હવે ઓનલાઇન થઇ રહી છે.જેના કારણે હવે કમલમમાં બેસીને કમ્પ્યુટરની એક ક્લિકે કાર્યકર્તાની માહિતી મેળવી શકાશે. ભાજપ હાઇકમાન્ડના આદેશથી સરલ સોફ્ટવેર તૈયાર…

ભાજપ સંગઠનની કામગારી હવે ઓનલાઇન થઇ રહી છે.જેના કારણે હવે કમલમમાં બેસીને કમ્પ્યુટરની એક ક્લિકે કાર્યકર્તાની માહિતી મેળવી શકાશે. ભાજપ હાઇકમાન્ડના આદેશથી સરલ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે.જેના પગલે હવે ભાજપ કોઇપણ બુથના કાર્યકરની માહિતી ઓનલાઇન મેળવી શકશે. પ્રથમવાર સંગઠનની કામગીરી ઓનલાઇન થઇ રહી છે. ભાજપ દેશની સૌથી મોટો રાજકીય પક્ષ છે જેમાં ૧૧ કરોડ કાર્યકર્તા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં સંગઠન પર્વ દરમિયાન સભ્યો નોધવા ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જોકે, આ બધા કાર્યકરોની માહિતી રાખવી મુશ્કેલ છે.હાલમાં ભાજપ પાસે કાર્યકરોને લઇને કોઇ માહિતી નથી.

સૂત્રોના કેહવા પ્રમાણે, ભાજપ હાઇકમાન્ડે સરલ નામનુ સોફ્ટવેર તૈયાર કર્યુ છે. આ સોફ્ટવેરનો અત્યારે ટ્રાયલ થઇ રહી છે. સરલ સોફ્ટવેર રાષ્ટ્રીય સ્તર પર બનાવવામાં આવ્યુ છે, જેના લીધે દરેક રાજ્યના પ્રદેશ સંગઠનને તેનો યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવશે.આ સોફ્ટવેરમાં તમામ રાજ્યો અને જિલ્લાઓને એક્સેસ આપવામાં આવશે. તે આધારે કાર્યકરોનો તમામ માહિતી સાથેનો ડેટા અપલોડ કરવામાં આવશે.કાર્યકરોની સાથે સાથે ભાજપના નેતાઓની માહિતી પણ અપલોડ કરવામાં આવશે.

ભાજપના આધીકારિક સૂત્રોનુ કહેવુ છે કે, આ ભાજપની આંતરિક વ્યવસ્થાનો એક ભાગ છે. દરેક રાજ્ય તેના કાર્યકરોની માહિતી દિલ્હી હેડકવાટર્સ પર મોકલી આપશે, ત્યાર બાદ આ ડેટા સોફ્ટવેરમાં અપલોડ કરાશે. સરલ સોફ્ટવેરની મદદથી દેશના કોઇપણ ખૂણાનો કાર્યકર અથવા ગુજરાતના કોઇપણ બુથના કાર્યકરની સમગ્ર માહિતી જાણી શકાશે. ટૂંક જ સમયમાં સરલ સોફ્ટવેર પર કાર્યકરોની માહિતી અપલોડ કરવાની કામગીરી શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *