સૌ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ-દાદાએ અશક્યને શક્ય કરી બતાવ્યું

First day-night test tickets sold out - dada made the impossible to possible

Sponsors Ads

ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક પિંક બૉલ ટેસ્ટ માટે તૈયાર છે. નવા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે જણાવ્યું હતું કે કલકત્તામાં બાંગ્લાદેશ સામે ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટના પ્રથમ ચાર દિવસની ટિકિટ વેચાઇ ગઇ છે અને તેને લઇને તેઓ અત્યંત ખુશ છે. ભારત 22 નવેમ્બરથી કલકત્તામાં બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે રહ્યું છે.

Sponsors Ads

ગાંગુલીએ જણાવ્યું કે, ઇટ્સ સોલ્ડ આઉટ અને હું ખૂબ જ ખુશ છુ. કેટલા દિવસની ટિકિટ વેચવામાં આવી છે તેના જવાબમાં ગાંગુલીએ ચાર દિવસની જાણકારી આપી હતી. ઇડન ગાર્ડન, ભારતના સૌથી મોટા સ્ટેડિયમ્સમાંથી એક છે, જેની ક્ષમતા 67 હજારની છે.


Loading...

ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે બાંગ્લાદેશ સામે રમાનાર ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે મંગળવારે કલકત્તા પહોંચી ગઇ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન આજિંક્ય રહાણે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે સવારે 9.40 વાગ્યે કલકત્તા પહોંચ્યા. બાકી ખેલાડીઓ પણ સીધાં હોટેલ પહોંચ્યા.

Sponsors Ads

ભારતીય ટીમે ઇન્દોરમાં પ્રથમ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 130 રનથી જીતીને બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...