Lockdown ના કારણે ટ્રેન ના પૈડા થંભી ગયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પણ પ્રવાસી લોકો ને કહ્યું કે જ્યાં છો ત્યાં જ રહો. મહારાષ્ટ્ર સરકારે પ્રવાસી મજૂરો માટે રહેવા તેમજ ખાવાપીવાની વ્યવસ્થા કરશે તેવું આશ્વાસન આપ્યું છે. તેમ છતાં પ્રવાસીઓ પોતાના ગામડે જવાની ઘટનાઓ ચાલુ જ રહી છે. જ્યારે કોઈ સાધન નથી મળી રહ્યું તો હવે શ્રમિકો સાયકલ પર સવાર થઈ પોતાના ઘરે પરત જવા લાગ્યા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ થી લોકોનું ટોળું સાયકલ થી ૧૭૦૦ કિલોમીટર દુર ઉત્તર પ્રદેશના ગોરખપુર માટે રવાના થયું. આ મજૂરોએ રેશનની સમસ્યાના કારણે આ તરફ નિર્ણય લેવાનો દાવો કર્યો.સૈનિકોએ સરકાર પર મદદ ન કરવાના આરોપ લગાવતા કહ્યું કે તેમની પાસે હવે જ્યારે પૈસા નથી વધ્યા ત્યાં કામ નથી ચાલી રહ્યું એવામાં વધેલા પૈસા થી સાયકલ ખરીદી ઘરે પાછા ફરવા સિવાય તેમની પાસે અન્ય કોઇ રસ્તો નથી.
મજૂરોએ પોતાની મજબૂરી જણાવતા કહ્યું કે જો તેઓ ઘરે નહીં ગયા તો તેઓ ભૂખથી મરી જશે.થાણેમાં મિસ્ત્રી નું કાર્ય કરી રહેલા પીન્ટુ નું કહેવું છે કે અમે સૌ સાથે મળી સાયકલ ખરીદવાનો નિર્ણય કર્યો જેનાથી પોતાના ઘરે પહોંચી શકાય.તેમજ અખિલ પ્રજાપતિ એ કહ્યું કે રેશન વધુ નથી આવક નથી થઇ રહી એવામાં સાયકલ થી ઘરે જવા સિવાય અમારી પાસે બીજો અન્ય કોઈ રસ્તો વધ્યો નથી. તેણે મકાન માલિક પર પણ ભાડા માટે દબાવ કરવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news