ગુજરાત(Gujarat): જાન્યુઆરીના ત્રીજા સપ્તાહના અંતે ખોડલધામ(Khodaldham) કાગવડ(Kagwad)માં યોજાનારા માં ખોડલનાં પાંચમા પાટોત્સવમાં આમંત્રણ આપવા અંગે નરેશ પટેલ(Naresh Patel) વાપી પહોચ્યા છે. દક્ષીણ ગુજરાતના છેવાડાના વાપી પંથકમાં નરેશ પટેલે સમાજના હાજર લોકો સામે હુંકાર ભરતા કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારનું વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહિ શકે. તેમણે ઉમેર્યું કે, રાજકારણ મહત્વનું પાસું ગણવામાં આવે છે એને ક્યારેય આપણે અવગણી ના શકીએ. સમાજનું કામ કરી શકે અને સમાજ માટે સારા માણસો આવે તેવાને પસંદ કરજો પણ ખુરશી પર બેસી જાય અને એનું ધ્યાન સમાજ પરથી હલે નહીં તેવા લોકોની જરૂર છે અને એવા માણસોને પસંદ કરીને રાજકારણમાં મોકલવા માટે અપીલ કરી હતી.
રાજકારણમાં જવા અંગે આપ્યા હતા સંકેત:
પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે હું નહિ મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો આપણને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે, પરિસ્થિતિના આધારે મંત્રી અને મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરી રહ્યું છે ખોડલધામ.
ગઈ કાલે સુરતના સરથાણા ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરો ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતા પાટોઉત્સવના ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં અનેક લોકો હાજર રહ્યા હતા. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, સુરત ખોડલધામના કન્વીનર ધાર્મિક માલવિયા, પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયા, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. લોકોએ મોબાઈલની ફેસલાઈટ શરુ કરીને માતાજીની આરતી કરી.
જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે કડવા અને લેઉવા પાટીદાર સમાજને સાથે લાવવાની વાત ચાલે છે? ત્યારે તેના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું કે, આ એક નવો વિચાર છે, એક વર્ષ પહેલાં જ હું ઊંઝા ગયો હતો. જ્યાં શક્ય હોય ત્યાં બંને સમાજ મળીને કેમ આગળ વધે તે પ્રકારની તમામ કોશિશ શરુ જ છે.
અન્ય વાતચીતમાં મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે, લેઉવા પટેલ સમાજને વસ્તીના પ્રમાણમાં સત્તા કે પછી રાજકાજ મળવા જોઈએ તે મળ્યા છે ખરા? તેના પ્રત્યુત્તરમાં જવાબ અપાતા કહ્યું કે, 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ પાટોત્સવ મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જો વાત ટ્વીસ્ટ થાય તો પાટીદાર સમાજની અંદર ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થવાની સંભાવનાઓ છે. એટલે હું જે પણ રાજકીય વાતો કરીશ એ 21 જાન્યુઆરી પછી કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.