સુરતીઓ ધ્યાન રાખજો! SMCની આ અપીલ ન માની તો નાવાના પણ ફાફા પડશે

સુરત(Surat): શહેરમાં તાપમાનમાં વધારાને કારણે માર્ચના પ્રથમ સપ્તાહથી 5 કરોડ લીટર પાણીની દૈનિક માંગમાં વધારો થયો છે. જેને કારણે હો‌ળી-ધૂળેટી તહેવાર(Holi-Dhuleti festival) દરમિયાન વધારાનું પાણી મળશે નહિ. જેનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા પાલિકા(SMC)એ અપીલ કરી છે.

ઉનાળાની શરૂઆત પહેલા શહેરને રોજનું 140 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં વાસ્તવિક ગરમીનો અનુભવ થતાં, માંગ હવે વધીને 5 કરોડ લિટર થઈ ગઈ છે, જેમાં દૈનિક પુરવઠો 145 કરોડ લીટર પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યું છે.

ઉનાળાની શરૂઆત સાથે જ પાલિકાએ પાણીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવાના આયોજનો શરૂ કરવામાં આવ્યા છે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગે જણાવતા કહ્યું છે કે, હોળી-ધુળેટી પર્વે વધારાનો પુરવઠો સપ્લાય કરવાનું કોઇ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું નથી.

ઉનાળાના 4 મહિના બાદ પણ ચોમાસુ ન બેસે ત્યારે પાણીના વિકલ્પો મર્યાદિત હોય દૈનિક માંગ મુજબ પાણી પુરૂ પાડવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેથીસુરત મહાનગર પાલિકાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવવા આગામી દિવસોમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાના ખર્ચનો મોટાભાગનો ભાગ મહાનગર પાલિકા દ્વારા ભોગવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *