ફીઝીક્સ(Physics) માટે વર્ષ 2021 નો નોબેલ પુરસ્કાર(Nobel Prize 2021) જાહેર કરવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે(Royal Swedish Academy of Sciences) 2021 નો ફીઝીક્સનો નોબેલ પુરસ્કાર સાયુકુરો મનાબે(Syukuro Manabe), ક્લાઉસ હસેલમેન(Klaus Hasselmann) અને જ્યોર્જિયો પેરસી(Giorgio Parisi)ને આપ્યો છે. આ ત્રણ લોકોને જટિલ ફીઝીક્સ પ્રણાલી(Nobel Prize in Physics)ઓ વિશેની સમજણમાં અભૂતપૂર્વ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
આના એક દિવસ પહેલા મેડિસિન કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ફીઝીક્સના નોબેલ પુરસ્કારની જાહેરાત સ્વીડન(Sweden)ની રાજધાની સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 216 લોકોને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. તે જ સમયે, 2020 માં ફીઝીક્સમાં નોબેલ પુરસ્કાર રોજર પેનરોઝ (Roger Penrose), રેઇનહાર્ડ ગેન્ઝેલ(Reinhard Genzel) અને એન્ડ્રીયા ગેઝ (Andrea Ghez)ને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.
એવોર્ડ જીતવાથી $ 1.14 મિલિયન મળે છે
નોબેલ એસેમ્બલી (Nobel Assembly) અનુસાર, ભૌતિક વિજ્ઞાન એવોર્ડ્સનો તે વિસ્તાર હતો, જેનો ઉલ્લેખ આલ્ફ્રેડ નોબેલ (Alfred Nobel) દ્વારા 1895 માં તેની વસીયતમાં કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઘણા લોકોએ ઓગણીસમી સદીના અંતમાં ફીઝીક્સને વિજ્ઞાનને મોખરે ગણ્યું હતું અને કદાચ આલ્ફ્રેડ નોબેલ પણ તેને આ જ રીતે જોતા હતા. તેમનું પોતાનું સંશોધન પણ ફીઝીક્સ સાથે જ સંબંધિત છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિને $ 1.14 મિલિયન રોકડ સાથે સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. ઇનામની રકમ આલ્ફ્રેડ નોબલની ઇચ્છાથી આપવામાં આવે છે
આ બે લોકોને મેડિસિન ક્ષેત્રે નોબેલ મળ્યું:
તે જ સમયે, આગામી થોડા દિવસોમાં, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. સોમવારે નોબેલ એસેમ્બલીએ વર્ષ 2021 માટે ડેવિડ જુલિયસ (David Julius) અને આર્ડેમ પાટાપૌટિયન(Ardem Patapoutian)ને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર એનાયત કર્યો હતો. ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર બંને લોકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ બુધવારે જાહેર કરવામાં આવશે. બીજા દિવસે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર, પછી શાંતિ અને છેલ્લે અર્થશાસ્ત્રમાં જાહેરાત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.