આમ આદમી પાર્ટી ભાજપે જ ઉભી કરી છે- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હારનું ઠીકરું AAP અને EVM પર ફોડ્યું

Published on: 4:32 pm, Tue, 5 October 21

ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation Election) માં કોંગ્રેસની અને આમ આદમી પાર્ટી(AAP)ની કારમી હાર થઈ છે અને ત્યારે કોંગ્રેસ(Congress)ના નેતા સી.જે. ચાવડા(C.J. Chawda)એ હારની ઠીકરું આમ આદમી પાર્ટી પર અને EVM પર ફોડ્યું છે. સી.જે. ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, ‘સી.આર.પાટીલે(CR Patil) આમ આદમી પાર્ટીને પ્રોજેક્ટ કરીને જનતાના મતો EVM માં નાંખ્યા છે.

congress leader c j chavda bi statement on bjp aap trishulnews1 - Trishul News Gujarati Breaking News aap, C.J. Chawda, congress, CR Patil, EVM, Gandhinagar Municipal Corporation Election, gujarat, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, ગુજરાત, સી આર પાટીલ, સી.જે. ચાવડા

હજુ 10 દિવસ પહેલાં આવેલી આમ આદમી પાર્ટીને કઈ રીતે આટલા મત મળી શકે તેના પર પણ સી.જે ચાવડાએ આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીએ લોકોને શંકા ન જાય એટલા માટે આમ આદમી પાર્ટી ઉભી કરીને મતોના ભાગલા પાડવાનું કામ કર્યું છે. સાથે કહ્યું છે કે, બે દિવસ બાદ પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય તો કોંગ્રેસ પાર્ટીની જીત નક્કી છે. સી.જે ચાવડાએ જણાવતા કહ્યું છે કે, હાર માટે કોંગ્રેસ જવાબદાર નથી. કોંગ્રેસના કાર્યકર્તાએ ચુંટણીને લઈને તમામ તૈયારીઓ કરી હતી.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો ભગવો, મેળવી પ્રચંડ જીત:
નોંધનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ અને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે. ગાંધીનગરની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. આ ચુત્નીમાં કોંગ્રેસને માત્ર 2 અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષમાં પહેલી વખત આટલી મોટી સ્પષ્ટ બહુમતી મળી છે.

ગાંધીનગર મહાપાલિકાની ચુંટણીમાં આઠ વોર્ડમાં તો ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરી વળ્યું છે અને કોંગ્રેસ-આપના સુપડા સાફ કરીને સ્પષ્ટ બહુમતી મળી છે. ગુજરાત રાજ્યમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટીની પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તો કોંગ્રેસ માટે પણ હવે અસ્તિત્વનો સવાલ ઉદભવી રહ્યો છે.

ગાંધીનગરની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર 1 બેઠક પર જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મળ્યો છે.

ગુજરાત રાજ્યમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો કહી શકાય. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પાસે હવે ગુજરાત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.