ગઈકાલે યોજાયેલી ચાઈના વિરુદ્ધ સર્વદળીય બેઠકમાં PM મોદીએ લીધા આ કડક નિર્ણયો- જાણો અહીં

લદાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝડપના મુદ્દે ચર્ચા માટે બોલાવવામાં આવેલ એક સર્વદળીય બેઠકમાં કેમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ના કોઈ આપણી સીમામાં ઘૂસ્યું છે? અને ન કોઈ આપણી પોસ્ટ બીજા અન્ય લોકોના કબજામાં છે. લદાખમાં આપણા 20 જવાનો શહીદ થયા, પરંતુ જેમણે ભારત માતા તરફ આંખ ઉઠાવીને જોયુ હતું તેમને માફ નહિ કરીએ.

પીએમ મોદીએ કહ્યું કે ડિપ્લોયમેન્ટ હોય, એક્શન હોય, એન્કાઉન્ટર હોય જમીન, જળ અને આકાશમાં આપણી સેનાઓ દેશની રક્ષા માટે જે કરવું પડી રહ્યું હોય તે કરી રહી છે. આજે આપણી પાસે એ ક્ષમતા છે કે કોઈ પણ આપણી એક ઈંચ જમીન તરફ આંખ ઉઠાવીને નથી જોઈ શકતું. આજે ભારતની સેનાઓ અલગ-અલગ સેક્ટરમાં એકસાથે કાર્યવાહી કરવામાં સક્ષમ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પાછલા વર્ષોમાં દેશે પોતાની સીમાઓને સુરક્ષિત કરવા માટે બોર્ડર એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી છે. આપણી સેનાઓની અન્ય જરૂરિયાતો જેવી કે ફાઈટર પ્લેન, આધુનિક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વગેરે ઉપર આપણે ભાર આપ્યો છે. નવા બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ખાસ કરીને એલએસી માં હવે આપણી પેટ્રોલિંગની ક્ષમતા વધી ગઈ છે. પેટ્રોલિંગની સમતા વધવાને કારણે હવે સતર્કતા વધી છે અને બોર્ડર પર થઈ રહેલી ગતિવિધિઓ વિશે આપણને સમય-સમયે માલૂમ પડી રહ્યું છે.

તેમણે કહ્યું કે જે ક્ષેત્રો પર પહેલેથી જ ખૂબ નજર હતી તે હવે ત્યાં પણ આપણા જવાનો સારી રીતે મોનીટરીંગ કરી રહ્યા છે રિસ્પોન્સ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી જે કોઈ પૂછવું નહિ હતું કોઈ રોક કરતું ન હતું હવે આપણા જવાનો કાયમ તેમને રોકી રહ્યા છે રોકી રહ્યા છે એટલા માટે તણાવ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *