વાલીઓ ચેતજો! તમારી પીઠ પાછળ સંતાનો શું-શું કરી રહ્યા છે! હાથમાં દારૂ, મોઢામાં સિગારેટ- વાયરલ થયો યુવકોની ઐયાશીનો વિડીયો

viral video (વાયરલ વિડિયો): સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે. અનેક એવા વીડિયો વાયરલ થાય છે જે જોઇને લાગી રહ્યું હોય…

viral video (વાયરલ વિડિયો): સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે. અનેક એવા વીડિયો વાયરલ થાય છે જે જોઇને લાગી રહ્યું હોય છે કે પોલીસને ખુલી ચેલેન્જ ફેકી રહ્યા હોય. આવોજ એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં કેટલાક યુવાનો સિગારેટ ફૂકી રહ્યા હતા અને દારૂ પીતા નઝરે ચડ્યા છે.

યુવકનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો હતો. આ વીડિયો બિસરખ પોલીસ સ્ટેશનને પણ મળ્યો હતો. સિગારેટ પીતા યુવકની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તેના સાથીઓની પણ ઓળખ થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

વાસ્તવમાં, ગ્રેટર નોઈડા પશ્ચિમમાં બિસરખ વિસ્તારની એસ સિટી સોસાયટીનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં 7 યુવકોનું જૂથ બિલ્ડિંગની લિફ્ટમાં જોવા મળી રહ્યું છે. કેટલાકના હાથમાં દારૂના ગ્લાસ અને બોટલો જોવા મળે છે. ત્યાંરે કેમેરા સામે ઊભેલો એક યુવક સિગારેટ પી રહ્યો છે.

અંકુશ નામનો યુવક લિફ્ટના CCTV તરફ સિગારેટનો ધુમાડો છોડતો જોવા મળે છે. વીડિયોમાં તેના સાથીઓ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પાછળ ઉભેલો તેનો સાથી આવે છે અને સીસીટીવી નીચે નમાવી લે છે. આ વાયરલ વીડિયો બિસરખ પોલીસ સ્ટેશનને મળ્યો હતો. પોલીસે વીડિયોની તપાસ કરીને સ્ટેલર જીવન સોસાયટીમાં રહેતા અંકુશની ઓળખ કરી હતી. શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે અંકુશના અન્ય સાથીઓની પણ ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ મામલે સેન્ટ્રલ નોઈડાના એડીસીપી રાજીવ દીક્ષિતે કહ્યું કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવકો બિલ્ડીંગની લિફ્ટમાં દારૂ અને સિગારેટ પીતા જોવા મળ્યા હતા. તેમજ લિફ્ટના કેમેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ કેસમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, તેના સાથીઓની પણ શોધ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા યુવક અંકુશે જણાવ્યું છે કે તે જગ્યાએ હાઉસ વોર્મિંગ પાર્ટી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *