કળિયુગી દીકરા: કોરોના સંક્રમિત પિતાને ન આપી કાંધ, એટલી ખરાબ રીતે કરી અંતિમ વિધિ કે જોઈ દિલ સળગી ઉઠશે

ઉત્તર પ્રદેશના સંતકબીરનગર જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જે ઘટના જોતા માનવ જાતને શરમમાં મૂકી દે એવું લાગી રહ્યું છે. જ્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ પરિવારે કોરોનાના સંક્રમણની બીકને લીધે તે વ્યક્તિને કાંધ આપવાની ના પાડી દીધી છે. જે વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ મૃત્યુ થયું તેમના ત્રણ દીકરાઓ પણ હતા પરંતુ એક પણ દીકરાએ પોતાના પિતાને કાંધ આપવા આગળ ન આવ્યો. પરંતુ એટલું જ નહી પોતાના જ પિતાને કાંધ આપવાની જગ્યાએ દીકરાઓએ તો જેસીબી બોલાવીને ખાડો ખોદીને તેમાં જ મૃતદેહને દાટી દીધો. સમગ્ર વિસ્તારમાં આ ઘટના એક ચર્ચાનો વિષય બન્યો છે.

પિતા ખાનગી હોસ્પીટલમાં હતા દાખલ:
આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના સંતરકબીરનગર જિલ્લાની છે. રામ લલિત નામનો એક વ્યક્તિ જેમની તબિયત છેલ્લા ઘણા સમયથી  સારી ન હોવાને કારણે તેમના દીકરાઓએ ગોરખપુરના એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી સારવાર ચાલી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા ન મળ્યો.

લઇ જવાના હતા બીજી હોસ્પીટલમાં અને લઇ આવ્યા ઘરે:
તબીબોના જણાવ્યા અનુસાર તે કોરોનાનો શિકાર બની ચુક્યા છે. જેને લીધે તેમના દીકરાઓએ કોરોના હોવાની વાત સાંભળતાની સાથે જ તેમણે તેમને અન્ય હોસ્પીટલમાં દાખલ કરવા છે તેવું કહીને હોસ્પીટલમાંથી રજા લઇ લીધી હતી અને પોતાના પિતાને લઈને ઘરે આવી ગયા હતા. જ્યારે થોડા દિવસો બાદ જ તેમના પિતાનું મોત થઇ ગયું હતું.

જેસીબી બોલાવીને મૃતદેહને દાટી દીધો:
કોરોનાના સંક્રમણની બીકને લીધે દીકરાઓએ જ પોતાના પિતાને કાંધ આપવાની ના પાડી દીધી છે. પોતાના જ પિતાને કાંધ આપવાની જગ્યાએ દીકરાઓએ તો જેસીબી બોલાવીને ખાડો ખોદીને તેમાં જ મૃતદેહને દાટી દીધો.

પડોસીઓ દ્વારા જાણવા મળી કઈક અલગ જ વાત:
પડોસીએ જણાવતા કહ્યું કે મૃતક છેલ્લા ઘણા દિવસથી ટીબીથી પીડાતા હતા. જેમને લીધે તેમની તબિયત ખુબ ખરાબ થઇ ગઈ હતી. દીકરાઓએ તેમના પિતાને કોરોના સંક્રમિત સમજીને તેમણે અગ્નિસંસ્કાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જેસીબીને બોલાવીને જમીનમાં જ ખાડો કરીને દફનાવી દીધા હતા.

દીકરાઓએ કહ્યું કે લોકોની સુરક્ષા માટે અમે આવું કર્યું:
મૃત પિતાના દીકરાઓએ જણાવતા કહ્યું હતું કે, ખાનગી  હોસ્પીટલમાં સારવાર હેઠળ લઇ ગયા ત્યારે તે કોરોના સંક્રમિત હોવાનું જણાવ્યું હતું. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈને પણ મૃતદેહને અડકવા દેવામાં આવ્યો ન હતો. આ સમગ્ર ઘટના એક ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *