મોરથળાના કોળી સમાજનો પ્રશંશનીય નિર્ણય: મૃત્યુ બાદ કોઈ પ્રકારનો જમણવાર નહી

સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ બધા લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સમગ્ર કોળી સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ નવી પ્રેરણા આપી છે.

થાનના મોરથળા ગામની કુલ અંદાજે 4 હજારની વસ્તી છે. જેમાં કોળી સમાજ એકના જ 3 હજાર જેટલા લોકો વસે છે. ગામડામાં ખેતીવાડી કરીને રોજી રોટી રળતા સમાજના લોકો ભલે કદાચ ભણેલા ઓછુ હશે. પરંતુ ગામના આગેવાનો સમાજમાં કુરીવાજને દૂર કરી સમાજને વિકાસની દિશા તરફ લઇ જવા માટે સતત ચિંતા કરતા રહે છે.

પહેલા ગામના કોળી સમાજના લોકોએ કુરીવાજોએ તીલાંજલી આપવાની શરૂઆત કરે તેના નિર્ણય માટે બેઠક કરી હતી. જેમાં ભુપતભાઇ મનજીભઇ મકવાણા, ગાંડુભાઇ રાણાભાઇ મકવાણા, કરશનભાઇ ભનાભાઇ દેગામા, ધરમશીભાઇ રણછોડભાઇ સરવૈયા, જેસાભાઇ ખોડાભાઇ રાઠોડ, ગીરધરભાઇ માલાભાઇ મકવાણા સહીતના આગેવાનોએ એકમત થઇને એવો નિર્ણય જાહેર કર્યો કે હવેથી ગામમાં કોળી સમાજમાં કોઇ પણ વ્યકિતનું અવસાન થશે તો સૌ પ્રથમ જે 12 દિવસ સુધી લૌકિક વહેવાર ચાલે છે તેની જગ્યાએ માત્ર 3 દિવસ સુધી જ લૌકિક વહેવાર ચાલશે. આ ઉપરાંત મૃત્યુ બાદ જમણવારમાં લાડું સહિતની રસોઇ પાછળ અંદાજે રૂ.1 લાખ જેટલો ખર્ચ થતો હતો તે જમણવાર બંધ કરીને માત્ર લાપસી અને દાળનો જ જમણવાર રાખવો અને તે પણ માત્ર 50 વ્યકિતની જ રસોઇ કરવી એવો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે. આ ઉપરાંત સુખનો હોય કે દુ:ખનો કોઇ પણ પ્રસંગ ખુબ જ સાદાઇથી કરવાની ગામના કોળી સમાજના લોકોએ અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *