હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની પ્રચંડ મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં ખાનગી શાળાઓ ફી ની માંગણી કરતી જોવાં મળી રહી છે. ત્યારે એક ખુબ જ સારી ઘટના સામે આવી રહી છે. કોઇ પણ નવી પહેલની શરૂઆત માટે બધો જ સમય સૌથી શ્રેષ્ઠ જ હોય છે.
થોડાં સમય પહેલાં ચાલી રહેલ લોકડાઉન તથા કોરોના મહામારીની પરિસ્થિતિમાં ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી કમરતોડ ફી તેમજ ઓનલાઇન શિક્ષણનાં નામે ચાલી રહેલ ફી નાં હાટડાંને તિલાંજલિ આપવા માટે ટંકારા તાલુકામાં આવેલ નાનું એવું ગામ હીરાપરએ એક પહેલ કરી છે.
તેમણે ત્યાંના સરકારી શાળાનાં શિક્ષકોએ સમજાવટ માટે મેરેથોન મીટીંગ કરીને વાલીઓનાં વાત ગળે ઉતરાવીને કુલ 30 જેટલાં બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, આની સાથે જ હીરાપર ગામ એવું બની ગયું છે, કે જે ગામનાં બધાં જ બાળકો માત્ર સરકારી શાળામાં જ અભ્યાસ કરતા હોય.
ટંકારામાં આવેલ નાનકડુ હિરાપર નામનું ગામ વાલીઓની સાથે જ સરકારી શાળાના શિક્ષકો, શિક્ષિત યુવાનોએ પણ ચિંતન મીટીંગ યોજીને ગામડાનાં બધાં જ બાળકોને કાયમ માટે સરકારી શાળામાં જ ભણાવવાં માટેનો સ્વૈચ્છિકપણે નિર્ણય કર્યૉ હતો. હીરાપર ગામની વસ્તી લગભગ કુલ 2,000 જેટલી છે.
હીરાપરનાં રાકેશ ફેફર, વ્રજલાલ સવસાણી, રમેશ ફેફર, વિજય ફેફરની સહિત સરકારી શાળાનાં શિક્ષક રીટાબેનએ વાલીઓની સાથે નાનાં ભૂલકાઓના ભવિષ્યને માટે ચિંતન મીટીંગ પણ યોજી હતી. બેઠકમાં સમગ્ર ગામડાંએ બધાં જ બાળકોને ગામડાની સરકારી શાળામાં ભણાવવાંનું નક્કી કર્યું હતુ.
ખાનગી શાળામાંથી સરકારી શાળા બાજુ પાછા ફરવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, ટંકારાનાં B.R.C. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરે પણ આ જહેમત ઉઠાવી હતી.
ગામડાનાં કુલ 20 જેટલાં યુવાનોનો સહયોગ લઇને ખાસ શિક્ષણ કમીટી પણ બનાવવામાં આવી છે, જે વાલીઓને સમજાવટની સાથે જ યોગ્ય માર્ગદર્શન પણ આપશે. આની ઉપરાંત સરકારી શાળાનાં શિક્ષણનાં વિકાસને માટે યોગદાન પણ આપશે.
ટંકારા તાલુકો ઘણી બાબતોમાં અગ્રેસર ભૂમિકા પણ ભજવી રહ્યો છે, 2 વર્ષ અગાઉ જ તાલુકાનાં જબલપુર, હરીપર, જીવાપર, હરબટિયાળી સહિત ગામનાં તમામ લોકોએ પોતાનાં બાળકોની માટે સરકારી શાળા પર જ પસંદગીની મહોર મારી દીધી છે. જે-તે સમયે અશોક સંઘાણી, મગનભાઇ સહિત વગેરેએ ગામોગામ ફરીને લોકોને આ અંગે જાગૃત પણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP