અંબાલાલ નહિ પણ બાબુલાલે અત્યારથી જ કરી દીધી આખા વર્ષ દરમ્યાન કઈ તારીખે આવશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. વાત કરવામાં આવ તો એક સાથે બે ઋતુનો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. વાત કરવામાં આવ તો એક સાથે બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો માવઠા(Mawtha)ને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ(Heavy rain)ને લીધે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. હવે અંબાલાલ પટેલ(Ambalal Patel) નહિ પરંતુ બાબુલાલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે.

બાબુલાલની આગાહી અનુસાર, રાજ્યમાં મે મહિનામાં વાવાઝોડું આવી શકે છે. બાબુલાલે જણાવતા કહ્યુ છે કે, માત્ર કમોસમી વરસાદ જ નહી, પણ સાથે કરા અને વાવાઝોડું પણ આવશે. બાબુલાલની આગાહી અનુસાર, માવઠાને કારણે આ વર્ષે કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.

બાબુલાલે જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં 15 મે થી વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું છે કે, પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું થઈ શકે છે. એટલે કે આગામી ઓક્ટોબર સુધી ગુજરાત માટે અતિભારે રહી શકે છે. ઘણા વિસ્તારોમાં આ દરમિયાન કરા સાથે ભારે વરસાદ ખાબકી શકે છે.

બાબુલાલે આપેલી માહિતી અનુસાર, 7 જુલાઈ થી 14 જુલાઈ સુધી ભારેથી અતિભારે અતિવૃષ્ટિ આવી શકે છે. ત્યાર બાદ 17/09/2023 થી 21/09/2023 સુધીમાં વાવાઝોડું થશે. પછી 01/10/2023 થી 03/10/2023 સુધી કુદરતી વરસાદનો નજરો તેમજ ગાજવીજ સાથે કરાનો વરસાદ થશે. રાજ્યમાં આંધી-વંટોળ સાથે વરસાદ ખાબકી શકે છે. એટલે કે રાજ્યમાં આ દરમિયાન ખેડૂતો માટે કપરો સમય રહેવાનો છે. માવઠાને કારણે તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. જેને કારણે ખેડૂતોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *