ભાવનગરના રસ્તા ફરીવાર થયા લોહિયાળ: મેવાસા નજીક આઇસરનું ટાયર ફાટતા ઘટના સ્થળે જ 6 મજૂરોના મોત

ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર ભાવનગર(Bhavnagar accident)ના વલભીપુર(Vallabhipur Accident) તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું…

ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર ભાવનગર(Bhavnagar accident)ના વલભીપુર(Vallabhipur Accident) તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી અકસ્માત થતાં અનેક લોકો ટ્રક નીચે દબાયા હતા. આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા. તે દરમિયાન અકસ્માતની દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 6 મજૂરોનાં મોત થયાં છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ​​​​​​મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલી ટ્રક પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર, ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.  ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી મારી જતાં અનેક લોકો ટ્રક નીચે દટાયા છે. ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.

મૃત્યુ પામનાર લોકોના નામ:
નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ (ઉં.21), કવાભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.45), સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉ.51), અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ (ઉ.22), મનીબેન ગભરૂભાઈ રાઠોડ, કોમલબેન મનસુખભાઈ રાઠોડ.

વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ટ્રક નીચે 12થી 14 લોકો દટાયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક નીચે દબાઈ જતાં 7 લોકોના મોત થયાં છે. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આ ટ્રકમાં 12થી 14 શ્રમિકો સવાર હતા. હાલ 108 સહિત પોલસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *