આજના સમયમાં બર્ગર સૌની પહેલી પસંદ છે. એવામાં આપણે જાણીએ છીએ કે ફાસ્ટ ફૂડ જલદી ખરાબ નથી થતા પરંતુ હાલમાં જ એવું કંઈ જોવા મળ્યું છે અમેરિકામાં.જી હા ખબરો અનુસાર અહીંયા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેની પાસે 20 વર્ષ જૂનું બર્ગર છે જે આજે પણ નવા જેવું જ દેખાય છે.
જી હા. આ વ્યક્તિએ બર્ગર ને લોગનમાં મેકડોનાલ્ડ્સથી ખરીદ્યું હતું. પરંતુ આ બર્ગરમાં રહેલા માસમાંથી વિચિત્ર વાસ આવવા લાગી. મળી રહેલી જાણકારી મુજબ ડેવિડ વ્હિપલ નામના વ્યક્તિએ આ બર્ગર ને 1999માં પરીક્ષણ માટે ખરીદ્યું હતું. પરંતુ ભૂલથી આ બર્ગર કોટના ખિસ્સામાં રહી ગયું અને ડેવિડે આકોટ ને પોતાની કારના પાછળના ભાગમાં રાખી દીધું હતું અને કાર લોગન મા આવેલા પોતાના એક ગરાજમાં રાખી દીધી હતી. ત્યાર બાદ ડેવિડ લોગન થી સેંટ જોર્જ ઉટાહ રહેવા માટે ચાલ્યો ગયો હતો અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા . કેટલાક વર્ષો પછી ડેવિડને તેની પત્નીએ કોટ ને આપતા કહ્યું કે આમાં કશુંક રાખેલું છે. જ્યારે તે વસ્તુ બહાર કાઢી તો જોયું તે બદલ હતું જે વર્ષો બાદ પણ ફ્રેશ દેખાઈ રહ્યું હતું.
તેને જોઇને કંઇ સમજાયું નહીં અને પછી તેને યાદ આવ્યું કે તેણે આના પહેલા વર્ષ 2013માં જોયું હતું અને એક કાચના બોક્સમાં સુરક્ષિત રીતે મૂકી દીધું હતું.તેનું કહેવું છે કે ૧૦ વર્ષથી રાખવામાં આવેલ બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ આજે પણ સુરક્ષિત અને ખાવાલાયક છે.અને તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે અને જોઈને અચંબામાં પડી જાય છે કે આટલા વર્ષો સુધી આ ખરાબ કેમ ન થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.