કસ્તુરીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા- ડુંગળીના ઢગલામાં લગાવી સમાધિ, સરકાર સામે અનોખો વિરોધ

Onion Protest: રાજ્યમાં ખેડૂતોને ફરી એકવાર ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે. ડુંગળીના નીચા ભાવને લઈને રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. જેને લઈ ખેડૂતોએ ડુંગળીના(Onion Price)…

Onion Protest: રાજ્યમાં ખેડૂતોને ફરી એકવાર ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે. ડુંગળીના નીચા ભાવને લઈને રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. જેને લઈ ખેડૂતોએ ડુંગળીના(Onion Price) હાર પહેરી વિરોધ નોંધાવ્યો છે.ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવ ઘટ્યા હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધ કરી છે અને હવે તેની સાથે સાથે ડુંગળીના ભાવોમાં પણ જોરદાર ઘટાડો આવ્યો છે. ખેડૂતોના પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. આ બધાની વચ્ચે હવે ધોરાજીના ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ ડુંગળીની વચ્ચે સમાધિ લગાવી દીધી છે.

ડુંગળીએ ખેડૂતોને રાત પાણીએ રડાવ્યા
ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જેને લઈ ધોરાજીમાં ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો આવ્યો છે. વાત જાણે એમ છે કે, ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મુંજાયા છે. એક મણે 800 રૂપિયા સુધી મળતો ભાવ હાલ તળિયે જતા ખેડૂતોનો રોષ ભભૂક્યો છે.જે ડુંગળીની સમાધિ લઇ તેમજ નારેબાજી કરી ઠાલવી રહ્યા છે.તેમજ સારા ભાવ મળે તે માટે ખેડૂતોએ સરકારને માંગ કરી છે.

ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના જથ્થામાં સમાધિમાં બેઠા
ધોરાજી પંથકના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ અને ડુંગળી થતા ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વેચવા માટે લઈને આવ્યાં હતા. ધોરાજી માર્કેટીંગ યાર્ડમા આજે ડુંગળીનો ભાવ 50 રૂપીયાથી 150 રૂપીયા મણ દીઠ મળતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ધોરાજીના અને બહારગામથી આવતા ખેડૂતોએ આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના જથ્થામાં સમાધિમાં બેઠા હતા. કેન્દ્ર સરકાર ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ પરત લે તેવી માંગણી કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે, આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઇ છે. દિવસે દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે.