Notice to 28 pharmacists in Mehsana district: મહેસાણા જિલ્લામાં વેક્સિનની કામગીરી ન કરતા 28 ફાર્માસિસ્ટને આજે નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું CDHOને ધ્યાને આવ્યું હતું. જેને લઈ હવે CDHOએ મહેસાણા જિલ્લાના 28 ફાર્માસિસ્ટને(Notice to 28 pharmacists in Mehsana district) નોટિસ આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લા CDHO દ્વારા અલગ-અલગ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કુલ 28 ફાર્માસિસ્ટને આજે નોટિસ આપવામાં આવી છે. વિગતો અનુસાર 10 ઓગસ્ટ પછીથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર કડીના 7, સતલાસણાના 2, ખેરાલુના 2, વિસનગરના 3, મહેસાણાના 3 ફાર્માસિસ્ટ અને વિજાપુર તાલુકાના 7 ફાર્માસિસ્ટને નોટિસ ફટકારવામાં આવી રહી છે.
માહિતી અનુસાર, મહેસાણા જિલ્લામાં 10 ઓગસ્ટથી ફિઝિકલ વેક્સિનની અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી ન કરી રહેલા કર્મીઓ સામે કાર્યવાહીને લઈ હડકંપ મચી ઉઠ્યો છે. વિગતો અનુસાર આ નોટિસમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન ધરાઈ તેનો 2 દિવસમાં લેખિતમાં ખુલાસો મંગાવાયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોના 28 ફાર્માસિસ્ટોને CDHOએ નોટિસ ફટકારતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube