ગઈકાલ સુધી જે નેતા માટે ખુરશીઓ સાફ કરી તેને હવે આપ ના નેતાઓ કહી રહ્યા છે ગદ્દાર

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. આમ આદમી પાર્ટીના સુરત શહેર જિલ્લા પ્રમુખ બટુક વડોદરિયા છેલ્લા ઘણા સમયથી પાર્ટી વિરોધી કામ કરતા હોય એ પ્રકારની જાણકારી મળી રહી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં હતા. આમ આદમી પાર્ટીને શંકા હતી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેના કારણે ગઈ કાલે રાતે જ તેમને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક પણે સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેથી આજે બટુક વડોદરિયા ભાજપમાં જોડાશે.

વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ હવે સુરત શહેર અને જિલ્લાનું રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાનામાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આમ આદમી પાર્ટીના નેતાઓને પોતાના પક્ષ તરફ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બટુક વડોદરિયા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે સાંજે અમદાવાદ કમલમ ખાતે સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરશે.

બટુક વડોદરિયાએ જણાવતા કહ્યું છે કે, આપ પાર્ટી હવે આમ આદમીની નથી રહી. પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને સાંભળવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર નથી. મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલીયાની ટીમ દ્વારા અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી હું રજૂઆતો કરતો રહ્યો છું પરંતુ મારી વાત મનોજ સોરઠીયા કે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ સાંભળી નથી એમનું મને ખુબ જ દુઃખ છે.

આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડુકે જણાવતા કહ્યું છે કે, ઘણા સમયથી અમને લાગતું હતું કે તેઓ પક્ષની વિરોધમાં જઈને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પક્ષની અંદરના કાર્યકર્તાઓને અંદરો અંદર ઝઘડાવી રહ્યા હોવાની પણ અમને ઘણી વખત ફરિયાદો મળી છે જેને જોઇને અમે તેમને સસ્પેન્ડ કર્યા છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. પાર્ટીમાં તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે કોઈને હાસ્યમાં ધકેલાયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *