હવે ડ્રોન ઘર સુધી લઈને આવશે ખાવાનું અને દવા, ગુગલ દ્વારા ચાલુ કરવામાં આવી આ સેવા. જાણો કેવી રીતે?

Published on: 11:36 am, Thu, 9 May 19

ડ્રૉનથી ખાવાનો સામાન, દવાઓ અને સ્થાનીય સ્તર પર બનેલી કૉફી અને ચોકલેટની સપ્લાય કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 3,000થી વધુ ડિલીવરી કરવામાં આવી ચૂકી છે અને નિયામકોને આ વ્યવસ્થાને સુરક્ષિત ગણી છે.

ઓસ્ટ્રેલિયામાં ડ્રૉનથી કેટલાક સામાનની ડિલીવરી સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા દુનિયાનુ પહેલો એવો દેશ બની ગયો છે, જ્યાં ડ્રૉનથી ખાવાનો સામાન ડિલીવરી કરવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

કહેવાઇ રહ્યું છે કે, હવે લોકોને પોતાની બાલ્કનીમાં પણ ઘંટડી લગાવવી પડી શકે છે, ડ્રૉન સીધા બાલ્કનીમાં સામાન પહોંચાડી શકે છે. ઓસ્ટ્રેલિયા વિમાનન નિયામક નાગર સુરક્ષા પ્રાધિકરરણે મંગળવારે કહ્યું કે, ‘અમે વિંગ એવિએશન પ્રાઇવેટ લિમિટેડને ઉત્તરી કેનબેરામાં ડ્રૉનથી ડિલીવરીને મંજૂરી આપી દેવામાં આવી છે.’

ડ્રૉન કંપની ‘વિંગ’ ગૂગલની માતૃ કંપની આલ્ફાબેટમાંથી નીકળી છે. વિંગે કહ્યું કે, તે છેલ્લા 18 મહિનાથી ડ્રૉનથી આપૂર્તિનું પરીક્ષણ કરી રહી છે અને હવે તે આ સેવાને પૂર્ણ સમય ચલાવવામાં સક્ષમ છે.

કંપનીએ કહ્યું કે, ડ્રૉનથી ખાવાનો સામાન, દવાઓ અને સ્થાનીય સ્તર પર બનેલી કૉફી અને ચોકલેટની સપ્લાય કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 3,000થી વધુ ડિલીવરી કરવામાં આવી ચૂકી છે અને નિયામકોને આ વ્યવસ્થાને સુરક્ષિત ગણી છે.

એક દિવસમાં 11થી 12 કલાક ડ્રૉનથી ડિલીવરી કરવામાં આવશે. આ બધા ડ્રૉન રિમૉટથી ચલાવનારા હશે, ઓટોમેટિક નહીં. વિંગનું કહેવું છે કે આ સુવિધાથી ટ્રાફિક અને પ્રદુષણમાં કમી આવશે. સાથે સમયની પણ બચત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.