હવે ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં, દંડ માટે લેવાયો મહત્વનો નિર્ણય- જાણો જલ્દી

Published on: 7:06 pm, Fri, 30 July 21

ગુજરાત: આજનો યુગ હવે ડિજિટલ ઈન્ડિયા મૂવમેન્ટની વાતમાં ડિજિટલ યુગ થઇ ગયો છે. દરેક ક્ષેત્રમાં હવે બધું જ ડિજિટલ થઇ ગયું છે. પોલીસે ત્યારે હવે પણ ડિજિટલ ક્ષેત્રે કામ કરી રહી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ પણ હવે ડિજિટલ થઇ ગઈ છે. અમદાવાદ શહેરના ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં પોલીસ કમિશનરની અધ્ચક્ષતામાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં 150 જેટલાં POS મશીન ટ્રાફિક પોલીસ કર્મીઓને સોંપવામાં આવ્યાં છે.

મળતી માહિતી અનુસાર, થોડાંક સમય પહેલાં પોલીસને POS મશીનની ટ્રેનિંગ અપાઈ હતી. હવે આ POS મશીનના ડિજિટલ માધ્યમથી ટ્રાફિકનો દંડ સ્થળ પર જ અને તે પણ ખૂબ ઝડપથી વસૂલી શકાશે. જે લોકો ટ્રાફિક દંડ ભર્યા વગર ફરાર થઈ જતા હતાં તેઓ ફરાર થઇ શકશે નહીં. સરવાળે લોકો દંડ ભરતા થશે અને ટ્રાફિક દંડની સારી એવી વસૂલાત પણ થશે.

અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનો માટે ચેતવણી છે. કારણ કે, હવે જો ટ્રાફિકનાં નિયમોનું પાલન નહીં કરો તો દંડ ભરવો પડશે. ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ચાલુ વર્ષે થોડોક સમય માટે કોરોના કાળમાં ઈ-ચલણ બંધ કરાયું હતું છતાં પણ પોલીસે ચાલુ વર્ષ દરમિયાન 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસેથી વસુલ કર્યા છે.

કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોકડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા નજરે ચડ્યા છે. ત્યારે હવે તમને નિયમોનું પાલન ન કરવું ભારે પડી શકે છે. કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાંની જેમ વેગવાન બનાવી છે. હાલમાં રોજનાં 2000 થી 2500 ઈ–ચલણ ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યાં છે. જેથી હેલ્મેટ વિના, સીટ બેલ્ટ પહેર્યા વિનાં તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો વિરુધ પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

ટ્રાફિક વિભાગે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં ટ્રાફિક ડીસીપીનાં 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યાં છે. જે સ્ક્વોર્ડ અલગ-અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ વસૂલવાની કામગીરી શરુ કરી છે. ત્યારે 28મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યાં હતાં. જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે. ત્યારે ચાલુ મહિને 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે હજુ સુધી 44 લાખની રકમ શહેરજનો પાસે વસૂલવાની બાકી છે. ટ્રાફિક વિભાગે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા ઈ-મેમોનાં દંડ તરીકે વસૂલ્યાં છે. જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનાં દંડ વસૂલવાનાં કરવાની બાકી છે.

મહત્વનું એ છે કે, શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજુ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં લોકો પાસેથી ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઊભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ વસૂલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.