જુઓ કેવીરીતે રાતોરાત આ મહિલા બની ત્રણ અરબની માલકિન

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તેમને લોટરી લાગે, તે કરોડપતિ બને જેનાથી તે પોતાના તમામ સપના પૂર્ણ કરી શકે અને જીવનની તમામ તકલીફો દૂર…

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તેમને લોટરી લાગે, તે કરોડપતિ બને જેનાથી તે પોતાના તમામ સપના પૂર્ણ કરી શકે અને જીવનની તમામ તકલીફો દૂર થઇ જાય. જોકે, આ પ્રકારના નસીબદાર લોકો દુનિયામાં અમુક જ હોય છે. જર્મનીના બર્લિનમાં આવી જ એક મહિલા છે જેની રાતોરાત કિસ્મત ચમકી ગઈ અને તેને એક અઠવાડિયા સુધી તો ખબર જ ન પડી કે, તે 3 અરબ રૂપિયાની માલિક બની ગઈ છે.

બર્લિનની એક મહિલા પોતાના પર્સમાં એક લોટરીની ટિકિટ લઈને ફરતી રહી અને તેને અંદાજ પણ ન હતો કે, તે આ લોટરી જીતી ચુકી છે.  તે લોટરીની ટિકિટ દ્વારા મહિલા પુરેપુરા 33 મિલિયન એટલે કે લગભગ 90 કરોડ 99 લાખ 26 હજાર 740 રૂપિયા જીતી ચુકી છે. આ મામલાને લઈને લોટરી અધિકારીઓએ જણાવ્યું છે કે, જર્મનીની મહિલા પોતાના પર્સમાં અઠવાડિયાથી 33 મિલિયન યુરોની વિજેતા ટિકિટ લઈને ફરી રહી હતી.

લોટ્ટો બાયર્ન નામની લોટરી કંપનીએ કહ્યું છે કે, 45 વર્ષની મહિલા 9 જૂનના ડ્રોની એક માત્ર વિજેતા હતી. જેણે જર્મનલોટરી ટિકિટ પર સાત જુદા જુદા વિસ્તારોનું સચોટ અનુમાન લગાવ્યું હતું. અરબપતિ બન્યા પછી મહિલાએ જણાવ્યું છે કે, મને હજુ પણ વિચારીને ચક્કર આવી જાય છે કે મેં બેદરકારીથી ઘણા સપ્તાહો સુધી પોતાના પર્સમાં લગભગ 33 મિલિયન યુરો રાખ્યા હતા.

મહિલાએ વધુમાં જણાવ્યું છે કે, તેમણે 1.20 યુરોની લોટરી ટિકિટ પર નંબર્સ સિલેક્ટ કર્યા હતા અને ફરીથી લોટરી ન ખરીદવાનો નિર્ણય કર્યો હતો. મહિલાએ જણાવ્યું છે કે, લોટરીની રકમ મારા પતિ મારી દીકરી અને મારી અપેક્ષાઓથી ઘણી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *