નોકરિયાતો માટે આનંદો: હવે તમારી નોકરી છુટી જશે તો પણ 2 વર્ષ સુધી મળશે પગાર

પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા લોકોને એક ડર હંમેશા લાગતો હોય કે ક્યારે નોકરી જતી રહે. પરંતુ હવે એ ચિંતા કરવાની બિકલુક જરૂર નથી. જો હવે તમને નોકરીમાંથી કોઈ કંપની કાઢી મૂકે તો બે વર્ષ સુધી ઘરે બેઠા તમને પગાર મળશે. કારણ કે હવે જો તમારી નોકરી છૂટી પણ જાય તો તમે ઘરે બેઠા 24 મહિનાની સેલરી મેળવી શકો છો. પ્રાઇવેટ નોકરી કરનારાઓ માટે કર્મચારી રાડ્ય વીમા નિગમએ મોટુ પગલું લીધું છે. ESICએ જણાવ્યું કે, અટલ વીમા કલ્યાણ યોજના પ્રમાણે તમારી નોકરી જવા પછી સરકાર તમને આર્થિક મદદ કરે છે.

ESICએ જણાવ્યું કે, અટલ વીમીત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત તમારી નોકરી જાય તો સરકાર તમને આર્થિક મદદ કરે છે. ઇએસઆઇસી રોજગારની અનૈચ્છિક હાનિ કે બેરોજગારીના કારણે સ્થાયી અશક્તતાના મામલે 24 મહિના સુધી તમને માસિક રોકડ રકમ ચુકવે છે.

આ રીતે લો યોજનાનો લાભ

તો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમને ઇએસઆઇસીની અટલ વિમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. તમે ઇએસઆઇસીની વેબસાઇટ પર જઇને અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ ભરીને તમારે ઇએસઆઇસીની કોઇ બ્રાન્ચમાં જમા કરાવાનું રહેશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાનું નૉન-જ્યુડિશિયલ પેપર પર નોટરી એફિડેવિટ સોગંધનામુ પણ કરવું પડશે. તેમાં AB-1થી લઇને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે. તેના માટે ઑનલાઇન સુવિધા શરૂ કરવામાં આવશે. વધુ જાણકારી માટે તમે www.esic.nic.in વેબસાઇટ પર જઇ શકો છો. મહત્વનું છે કે તમે તેનો લાભ ફક્ત એક જ વાર લઇ શકો છો.

આ લોકોને નહી મળે આ યોજનાનો લાભ

ઇએસઆઇસીના નિયમો અનુસાર, આ યોજનાનો લાભ લેવા માટે એક માપદંડ બનાવવામાં આવ્યો છે. ઇએસઆઇસીથી વીમિત કોઇ પણ એવો વ્યક્તિ જેને કોઇ કારણસર કંપનીમાંથી હાંકી કાઢવામાં આવે અથવા તો વ્યક્તિ જેના પર કોઇ આપરાધિક કેસ હોય તો તેને આ યોજનાનો લાભ નહી મળે. એ સિવાય જો કોઈ પોતાની ઈચ્છાથી નોકરી છોડે છે, તો એવા લોકોને પણ કશો લાભ નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *