ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમે તમને જણાવી દઈએ કે, શહેરના વિવિધ BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં BRTS કોરિડોરમાં વાહનો ચલાવતાં 190 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યવાહી દરમિયાન 89,900 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં BRTS કોરિડોર વાહન ચલાવતા લોકો માટે ચેતવણીરૂપ મોટા સમાચાર સામે આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, અમુક વાહનચાલકો નિયમો વિરુદ્ધ BRTS કોરિડોર એટલે કે જ્યાં માત્ર BRTS બસને જ આવવા જવાનું હોય છે ત્યાંથી પોતાનું વાહન લઈને જઈ રહ્યા હોય છે. જેને લઈ અવારનવાર અનેક અક્સ્માતની ઘટના પણ સામે આવતી હોય છે. જોકે હવે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
જાણો અમદાવાદના કયા ક્યાં વિસ્તારમાં થઈ કાર્યવાહી?
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ વિસ્તારમાં BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તા સહિત BRTS કોરિડોરમાં વાહનો ચલાવતાં 190 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યવાહી દરમિયાન 89,900 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ BRTS કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોનમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ, ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તાના બીઆરટીએસ કોરિડોર પર ગઈકાલે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. કુલ 190 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને 89900 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.