આઝાદી પછી આ દેશના ઘણા વડાપ્રધાન મળ્યા. કોઈને વિકાસની ગતિ ધીમી હશે તો, કોઈને ફાસ્ટ પણ હશે પરંતુ વિકાસ અવિરત રીતે થયો છે. દેશના વિકાસમાં સરકારની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. લોકો કાળી મજૂરી કરે છે, ખેતી ખેત મજૂરી કરે છે કે કોઈ ઉદ્યોગો નાખે છે. દરેકની ચિંતા શાસન વ્યવસ્થામાં થઈ છે. કદાચ પ્રમાણ ઓછા વધુ હોઈ શકે.
અંગ્રેજો તો આ દેશની સંપત્તિ લૂંટી પોતાના દેશમાં લઈ ગયા છે. એક વડા પ્રધાન એવા મળ્યા કે જેને આઝાદી માટે સૌથી વધુ સમય જેલમાં વિતાવ્યા અને પોતાની સંપત્તિ દેશ માટે ફના કરી. નામ છે જવાહરલાલ નેહરુ, જે ભાજપને ખૂબ જ નડે છે.
આ દેશમાં માતૃભાષા પ્રમાણે ને શિક્ષણ વ્યવસ્થા હજારો શાળા-કોલેજોના માધ્યમથી સરકારે ઉભી કરી હતી જે મફત શિક્ષણ આપવામાં આવતું હતું. આજે સરકારી શાળાઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે. લોકો પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. આ રીતે આપણા જ લોકો આપણા ગુલામ બનાવી રહ્યા છે, મનમાની ચલાવી રહ્યા છે. દેશને દેવામાં ડુબાડી રહ્યા છે. પણ વાતો વિકાસની કરે છે, ભાષણો દેશભક્તિ અને રાષ્ટ્રવાદ કે વિકાસ ના કરે છે.
શંખ કે ભાજપ ચલાવ કરતા દેશ ચલાવવા ખૂબ જ અઘરો છે પરંતુ અશક્યને શક્ય કરી બતાવનાર ખેલ જાદુગરની જેમ બતાવે છે. આ સરકારની ફૂલો ખૂબ જ છે અને ભ્રષ્ટાચાર પણ પહેલાં કરતાં વધ્યો છે લાંચની ફેશન થઈ ગઈ છે ગમે તેટલો પગાર હોય તો પણ ઉપરનું શું મળે તો ચકામકા કરો આ માનસિક તાણનો ભોગ પ્રજા બની રહી છે અને તે જનતા અગાઉ માત્ર બુટલેગર કરતા આજે અધિકારીઓ અને નેતાઓ પણ ઠેકેદાર છે.
મહામંદી અને મહા મોંઘવારી બેરોજગારી સર્વવ્યાપક બની ગઈ છે. એટલે નાના ઉદ્યોગોને તાળાં લાગી રહ્યાં છે. સરકારી કંપનીઓ ખાનગી ઉદ્યોગો ને વેચાઈ રહી છે. શાસન ચલાવવામાં નિષ્ફળ શાસકોની કરામત કેરા આવડતથી મોટાભાગની સરકારી કંપની ખોટ કરવા લાગી છે. બેંકોમાં માટે લોન લઈને ભાગી જવા વાળાઓની સંખ્યા વધી છે.
અગાઉના શાસકો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી ને સત્તા હાંસલ કરનાર એ કોઈને જેલમાં પણ નથી નાખ્યા. હવે પરિસ્થિતિ એવી છે કે આખી શાસન વ્યવસ્થા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. કદાચ કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર થતો હશે પરંતુ આવી બેકારી અને મહામંત્રી નથી જોયા. ફક્ત ૧૫ જેટલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપો ૯૦ ટકા લોકોનું શોષણ થઈ રહ્યું છે. હવે તો આપણે ગામડે જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.