આધારકાર્ડ સાથે પાનકાર્ડ ન જોડાયેલું હોય તો પાનકાર્ડ ને નિષ્ક્રિય કરી શકાશે નહીં. આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. ઘણી વખત આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરવાની ડેડલાઇન વધારવાની ખબરો સામે આવતી હોય છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદો આપીને આ વિષય પર દરેક શંકાઓને નાબૂદ કરી નાખી છે. ઇન્કમટેક્સની ધારા 139AA ના મુજબ જે વ્યક્તિ પાસે પાનકાર્ડ છે તે આધાર કાર્ડ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેણે આ બંનેને લિંક કરવા જોઈએ અથવા તેનું પાનકાર્ડ નિષ્ક્રિય માનવામાં આવશે.
જ્યારે ગુજરાત હાઇકોર્ટ એ એક મામલામાં ચુકાદો આપતી વખતે કહ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ ના લિન્કિંગ અંગે કોઈ ચુકાદો ન આપે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ નું પાનકાર્ડ નિષ્ક્રિય કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડની ગૂંચવણને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટની એક મોટી પીઠ સમક્ષ વિચારાધીન છે.
કોર્ટે કહ્યું કે ઇન્કમટેક્સની ધારા 139AA ત્યાં સુધી માન્ય નથી, જ્યાં સુધી રોજર મેથ્યુ અને સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ ના કેસનો ચુકાદો નથી આવી જતો.
ન્યાયમૂર્તિ હર્ષાબહેન દેવાણીની અને સંગીતા કે વિશેની પીઠે ચુકાદો આપતા કહ્યું કે અમે એક વાત સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે જ્યાં સુધી ઇન્કમટેક્સની ધારા 139AAની માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી ફેસલો નથી આવતો ત્યાં સુધી અમે પાનકાર્ડને નિષ્ક્રિય કરવાનો નિર્ણય આપી શકીએ નહીં.
જણાવી દઈએ કે આઈકર વિભાગ દ્વારા 31 માર્ચ 2020 ને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ હવે કોર્ટે આધાર-પાન લિંક અંગેના બધા જ ભ્રમ દૂર કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.