હવે આ ગુજરાતી અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેનને આપશે સલાહ, કોણ છે નિમિષ પટેલ જાણો?

Joe Biden: અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીય-અમેરિકનોનો હિસ્સો અમુક ટકા રહેલો છે.ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને(Joe Biden) મૂળ ગુજરાતી અને ઈન્ડિયન અમેરિકન એટર્ની નિમિશ પટેલને ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે.એટલે કે બાઈડેન હવે એક ગુજરાતીની સલાહ લેશે.

એક ગુજરાતી એડવાઈઝરી કમિટિના સભ્ય
અમેરિકાના પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિમાં કુલ 45 સભ્યોનો સમાવેશ થાય છે ત્યારે આ 45 સભ્યો ઈન્વેસ્ટમેન્ટ, વેપાર, વિકાસને લગતા મુદ્દા, નોન ફેડરલ ગવર્નમેન્ટ, લેબર ઈન્ડસ્ટ્રી, ખેતી, નાના વેપારો, સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, રિટેઈલર્સ, બિન સરકારી પર્યાવરણીય સંસ્થાઓ અને ગ્રાહકોના હકો મામલાના નિષ્ણાતો હોય છે. આ અંગે વ્હાઈટ હાઉસે ગયા શુક્રવારે જ આ કમિટિમાં 8 નવા સભ્યોના નામની જાહેરાત કરી છે, જેમાં નિમિષ પટેલનું નામ પણ સામેલ છે.

એજ્યુકેશનના સભ્ય તરીકે પણ ચૂંટાઈને પોતાની સેવા આપી ચૂક્યા
આ પહેલા નિમિષ પટેલ સેન્ટા મોનિકા-મલીબુ યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનના સભ્ય તરીકે પણ ચૂંટાઈને પોતાની સેવા આપી ચૂક્યા છે. તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન 11 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસરકર્તા નિર્ણયોમાં સામેલ હતા, સાથે જ તેઓ 100 મિલિયન ડૉલરના ઓપરેટિંગ બજેટ અને 300 મિલિયન ડૉલરના ખર્ચ બજેટની પણ દેખરેખ રાખતા હતા.આ ઉપરાંત નિમિષ પટેલ અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. તો સાઉથ એશિયન બાર એસોસિયેશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ અને સભ્ય તરીકે પણ તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે.

નિમેષ પટેલ કોર્પોરેટર રિસ્ટ્રક્ચરિંગમાં માસ્ટર
હાલ નિમિષ પટેલ ન્યૂયોર્ક બેઝ્ડ મિશેલ સિલબરબર્ગ એન્ડ ક્નૂપ નામની લો ફર્મમાં કોર્પોરેટ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના હેડ છે. તેઓ પ્રાઈવેટ અને પબ્લિક કંપનીઝના મર્જરના નિષ્ણાત ગણાય છે, સાથે જ વેન્ચર કેપિટલ ફાઈનાન્સિગ, આઈપીઓ અને અન્ય ફાઈનાન્સ તેમજ કોર્પોરેટર રિસ્ટ્રક્ચરિંગમાં પણ તેમની માસ્ટરી છે.