ગંભીર બેદરકારી: જાણો કયા શહેરમાં અલગ બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતા દર્દીએ ગુમાવ્યો જીવ

Jaipur Hospital: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. અહીં હોસ્પિટલના(Jaipur Hospital) સ્ટાફે અકસ્માત બાદ દાખલ થયેલા યુવકને બીજા ગ્રુપનું બ્લડ આપ્યું…

Jaipur Hospital: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. અહીં હોસ્પિટલના(Jaipur Hospital) સ્ટાફે અકસ્માત બાદ દાખલ થયેલા યુવકને બીજા ગ્રુપનું બ્લડ આપ્યું હતું. જેના કારણે યુવકનું મોત થયું છે. જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે સરકારે તપાસના આદેશ આપ્યા છે.

ખોટું લોહી ચઢાવવાને કારણે દર્દીની બંને કિડની ફેલ થઈ ગઈ
મળતી માહિતી મુજબ, બાંદિકૂઈ શહેરના રહેવાસી 23 વર્ષીય સચિન શર્માનો કોટપુતલી શહેરમાં અકસ્માત થયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી સચિનને ​​જયપુરની સરકારી સવાઈ માન સિંહ (એસએમએસ) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.એસએમએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અચલ શર્માએ જણાવ્યું હતું કે મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં એક અધિકારીએ કહ્યું કે, ખોટું લોહી ચઢાવવાને કારણે દર્દીની બંને કિડની ફેલ થઈ ગઈ અને તેને ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની તબિયત સતત બગડતી રહી. તેમાં કોઈ સુધારો થયો ન હતો.

અકસ્માતમાં ઘણું લોહી વહી ગયું હતું
આ અકસ્માતમાં સચિનનું ઘણું લોહી વહી ગયું હતું. આ અંગે ડોક્ટરોએ સચિનને ​​બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું કહ્યું હતું. સચિનને ​​એબી પૉઝિટિવ બ્લડ જોઈતું હતું, પરંતુ વૉર્ડ બોયએ તેને બીજા દર્દીના ‘ઓ પૉઝિટિવ’ બ્લડ માટે સ્લિપ આપી. આ પછી જ્યારે સચિનને ​​AB+ની જગ્યાએ O+ બ્લડ આપવામાં આવ્યું તો તેની હાલત વધુ ખરાબ થવા લાગી.

સરકારએ તપાસના આદેશ આપ્યા
સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ સચિન શર્માનું આજે અવસાન થયું. જ્યારે આ મામલો વધી ગયો તો આ સમાચાર સરકાર સુધી પહોંચ્યા. આ પછી સરકારે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?
સવાઈમાન સિંહ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાજીવ બગરાટ્ટાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ મામલો પ્રકાશમાં આવ્યો, અમે તેની તપાસ માટે ગઈકાલે જ એક કમિટી બનાવી છે. તમામ વિષયો પર તપાસ ચાલી રહી છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે. અમે થોડા કલાકોમાં રિપોર્ટ રજૂ કરીશું.