હવે સમગ્ર દેશમાં સોનાના ભાવ કેટલા રાખવા, તે ગુજરાત નક્કી કરશે- થવા જઈ રહ્યું છે આ મોટું કામ

આજકાલ સોના-ચાંદીના ભાવ જાણવાની દરેક લોકોને ઈચ્છા હોય છે. માર્કેટ ખૂલે અને ભાવ ઘટ્યા કે વધ્યા તે જાણવા માટે આપણે સતત ઉત્સુક હોઇએ છીએ ત્યારે ગુજરાતીઓ માટે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે ખુશીના સમાચાર છે. ગાંધીનગર નજીક આવેલા ગીફ્ટ સીટીમાંથી જ હવે સમગ્ર ભારત દેશના સોનાના ભાવ નક્કી થશે.

ઉલ્લેખનીય છે કે, જ્વેલરી ઉદ્યોગમાં રહેલ પારદર્શિતાનો અભાવ તથા સોનાની ગુણવત્તા સહિતના વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવેલી છે. આ પોલિસી હેઠળ દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે આજરોજ પાટનગર ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે.

ગીફ્ટ સીટીમાં શરૂ થશે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ

આ સાથે જ અહીંયા ગોલ્ડ રિફાઇનરી અને ટેસ્ટિંગ લેબોરેટરી પણ શરૂ કરવામાં આવશે.જેનો સીધો અર્થ એવો થાય છે કે આ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતાના આવશે અને પ્રાઈઝ મિકેનિઝમ નો સીધો જ ફાયદો ગ્રાહકોને મળશે.

પોલીસી તૈયાર કરવા માટે IIMને જવાબદારી સોપવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *