નુપુર શર્મા(Nupur Sharma) વિવાદમાં હિંસા અને આગચંપી થોડા દિવસો જ થઇ હતી કે હવે આ વિવાદ હવે લોહીલુહાણ થવા પામ્યો છે. સોશિયલ મીડિયા(Social media) પર ભાજપ(BJP)ના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તાનું સમર્થન કરવા બદલ ઉદયપુર(Udaipur) અને અમરાવતી(Amravati)માં બે લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાઓ પછી પણ ઘણા લોકોને નૂપુરના સમર્થનમાં લખવા બદલ સતત સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ બાબતની નોંધ લેતા અમરાવતી પોલીસે આવા મામલાઓની ફરિયાદ કરવા માટે કેટલાક નંબર જારી કર્યા છે.
પોલીસે ફરિયાદ માટે આ નંબરો જારી કર્યા:
અમરાવતી પોલીસે એક પ્રેસનોટ જારી કરીને કહ્યું છે કે જે લોકોએ નુપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ પોસ્ટ કર્યા છે અને જો તેમને ધમકી મળી છે તો તેમણે આગળ આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
પોલીસે કહ્યું કે આવા લોકોની જાણ કરવી જોઈએ જેથી ધમકી આપનારાઓ સામે કાર્યવાહી થઈ શકે. આ સંદર્ભમાં પોલીસે કેટલીક લેન્ડલાઈન અને મોબાઈલ નંબર પણ જારી કર્યા છે જેના પર લોકો કોલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે, વોટ્સએપ નંબરો – 9923078696 અને 9923078646 પર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. આ સિવાય પોલીસ કંટ્રોલ રૂમ નંબર- 0721-2551000 અથવા 112 પર ડાયલ કરો.
ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડ પછી ધમકીઓ ચાલુ છે:
વિવાદાસ્પદ પયગંબર મોહમ્મદ પર નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પરનો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા નુપુરના નિવેદનથી દેશભરમાં હિંસા અને આગચંપી થઈ અને તેને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળવા લાગી. આ પછી કેટલાક લોકો ભાજપના સસ્પેન્ડ પ્રવક્તાના સમર્થનમાં સામે આવ્યા હતા.
આ પછી નૂપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અને વોટ્સએપ પર સ્ટેટસ મુકવા બદલ બે રાજ્યોમાં ગળું કાપવાના કિસ્સા સામે આવ્યા હતા. ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડે સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી હતી. આ ટ્રેન્ડ અહીં અટક્યો નથી, આ બે મોટી ઘટનાઓ પછી પણ નૂપુર શર્માને સમર્થન કરનારાઓને કટ્ટરવાદીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.