ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ પ્રવક્તા, નૂપુર શર્મા (Nnupur Sharma), જેને પર ટિપ્પણી કરવાના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે હજુ સુધી ફરાર છે. મુંબઈ પોલીસની એક ટીમ નૂપુરને લાવવા માટે દિલ્હીમાં છે પરંતુ તે અહિયાં પણ કઈ અતોપતો નથી.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસ પાસે નૂપુર શર્માની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે. મુંબઈ પોલીસની ટીમ છેલ્લા 5 દિવસથી દિલ્હીમાં છે. રઝા એકેડમીના પ્રતિનિધિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે ભિવંડી પોલીસે નૂપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેણે પોલીસ સમક્ષ હાજર થવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી બાદ દેશ અને દુનિયાના ઘણા ભાગોમાં વિરોધ બાદ ભાજપે 5 જૂને નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી. પયગંબર મોહમ્મદ વિવાદ વચ્ચે દિલ્હી પોલીસે પણ કડક પગલાં લેતા ઘણા લોકો સામે કેસ નોંધ્યો છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેણે કેટલાક લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે અને વિવિધ જૂથોને ઉશ્કેરી રહ્યા છે. સાથોસાથ ભાજપના પ્રવક્તા, એક સાંસદ, એક પત્રકાર, સોશિયલ મીડિયા યુઝર્સ અને ધાર્મિક સંગઠનોના સભ્યોના નામે બે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું નામ, એ લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. આ સિવાય ભાજપના મીડિયા યુનિટના પ્રમુખ નવીન કુમાર જિંદાલ, નુપુર શર્મા, યતિ નરસિમ્હાનંદના નામ પણ આ લોકોમાં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.