‘બહાર ચાલવા જાવ છું’ કહીને ઘરેલી નીકળેલી નર્સ મહિલાનો લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

આપઘાતના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધતા જાય છે. આજકાલ નજીવી બાબતે લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક આપઘાતનો કિસ્સો પારડી (Pardi)માંથી સામે આવ્યો છે. અહી, એક જાણીતી હોસ્પિટલ (Hospital)માં પરિચારિકા તરીકે ફરજ બજાવતી અને શાંતિકુંજ એપાર્ટમેન્ટ (Shantikunj Apartment)માં રહેતી પ્રેમિલાબેન ખીસ્ત્રીએ શનિવારે વહેલી સવારે તેની પાંચ માળની બિલ્ડીંગના ટેરેસ પરથી નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. આ મહિલાના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

મૃતકનું નામ પ્રેમિલાબેન છે. જાણવા મળ્યું છે કે, તેઓ પારડી શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા હતા. પ્રેમિલાબેન (44) તેના પતિ મનીષભાઈ અને સાત વર્ષીય દીકરી તેમજ સાસુ સાથે કોલેજ પાસે આવેલા શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 406 માં રહેતી હતી. તેણીએ શનિવારે સવારે 6.30 કલાકે બિલ્ડીંગના ટેરેસ પર ચાલવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી. આ દરમિયાન જ પ્રેમિલાએ બિલ્ડીંગના પાંચમાં માળેથી કુદીને આપઘાત કર્યો હતો.

પ્રેમિલા પાંચમાં માળેથી કુદી હોવાને કારણે અવાજ જોરથી આવ્યો હતો. તેથી આજુબાજુના લોકો અવાજ સાંભળી દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પ્રેમિલાને તાત્કાલિક 108માં પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પ્રેમિલા 18 વર્ષથી હોસ્પિટલ સાથે જોડાયેલી હોય સેવાભાવી હતી. આ અંગેની જાણ પારડી પોલીસને કરતાં પોલીસે લાશનો કબજો લઈ પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

લગ્નના 12 વર્ષે સંતાન સુખ મળ્યું હતું:
પ્રેમીલાબેનને 7 વર્ષની એક દીકરી પણ છે. જે હાલ ધોરણ 2માં અભ્યાસ કરે છે. જાણવા મળ્યું છે કે, પ્રેમીલાબેનના લગ્ન જીવનના 12 વર્ષ બાદ તેમને સંતાન સુખ મળ્યું હતું તેમને ત્યાં દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ હતો. અચાનક પ્રેમિલાબેને આપઘાત કરી લેતા તેમની દીકરીએ નાનીવયે માતાની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *