અમદાવાદ(Ahmedabad): શહેરમાં જૂના વાડજ(Vadaj) પાસે વધુ એક ભૂવો પડતાં ભૂવાની સંખ્યા 65ને પાર થઈ જવા પામીછે. બુધવારે એટલે કે ગઈ કાલે પડેલા આ ભૂવામાં જોગણી માતાનું મંદિર(Temple of Jogni Mata) (દેરી) અને બે બાંકડા પણ અંદર ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા. બીજી બાજુ બુધવારે મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં પણ વરસાદ દરમિયાન શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી, તૂટેલા રોડ, ભૂવા અને ખાડા મુદ્દે વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ભારે વરસાદ પછી અનેક મુશ્કેલીઓ ઉભી થવા પામી છે. જો તમે પણ અમદાવાદ શહેરમાં આવવાનું વિચારી રહ્યા હોય તો ખાડાનગરીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખાડાનગરી શબ્દ સાંભળીને વિચારમાં ન પડી જતા. કેમ કે સ્માર્ટ સિટી અમદાવાદની સ્થિતિ હાલ કંઈક આવી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યા પછી પણ અમદાવાદવાસીઓને મળ્યા છે તો માત્રને માત્ર ખાડા.
વિપક્ષી નેતા શહેજાદ પઠાણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન હેઠળ 23 કરોડના ખર્ચે ડિશિલ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આખું શહેર વરસાદમાં જળબંબાકાર થઈ ગયું હતું. ફકતને ફક્ત એટલું જ નહીં લોકોના ઘરોમાં પણ 3-3 દિવસ સુધી પાણી ભરાય જવા પામ્યું હતું.
પ્રિમોન્સૂન કામગીરી હેઠળ ખર્ચવામાં આવેલા નાણાં ‘રેવડી’ સ્વરૂપે મ્યુનિસિપલ અધિકારીઓમાં વહેંચાઈ ગયા. જેને કારણે મેયર રાજીનામું આપવું જોઈએ તે પ્રકારની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે, વિપક્ષના આરોપ અને હોબાળા સામે ભાજપે ભેદી મૌન સેવી લીધું હતું. ભાજપ દ્વારા આ મુદ્દે હરફ સુદ્ધાં ન ઉચ્ચારતા અંતે વિપક્ષી સભ્યો મેયર સામે વિરોધ પ્રદર્શનમાં ધસી ગયા હતા ત્યારે મેયરે બોર્ડ આટોપી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.