ઓડિશા(Odisha)ની એક કોલેજમાં રેગિંગ(College raging)ના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ(Forced kiss) કરાવવાનો મામલો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાનો વિડીયો(Video) હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી બે સગીર છે.
View this post on Instagram
સમગ્ર ઘટના ગંજમ જિલ્લાની વિનાયક એકેડમી કોલેજની:
ઉલ્લેખનીય છે કે, આ મામલો ગંજમ જિલ્લાના વિનાયક એકેડેમી કોલેજ બેરહામપુરનો છે. બરહામપુરના એસપી સરબન વિવેક એમએ જણાવતા કહ્યું છે કે, હાલમાં તો 5 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની સામે રેગિંગ અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અભિષેક નાહક છે, જે અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે અને તેની ઉંમર 24 વર્ષની છે.
Ragging and molestation of a girl student in Berhampur Odisha, in front of everyone in broad daylight. And the prime accused was the ruling party BJD’s college convener.
Law & order in the state has gone for a toss! Where are we heading as a society? 😢 pic.twitter.com/i09I7w3bgz
— KeepitDope_Suv (@_JoshNeverStops) November 18, 2022
વિદ્યાર્થિનીઓ પણ હસતી દેખાઈ:
વિડીયોમાં જોઈ શકાય છે કે, સિનિયર્સ પહેલા વર્ષના એક છોકરા અને છોકરીને કિસ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, નજીકની ખુરશી પર એક સિનિયર બેઠો છે, તેના હાથમાં લાકડી છે. તે છોકરાને થપ્પડ મારી રહ્યો છે અને છોકરીને કિસ કરવા માટે મજબુર કરી રહ્યો છે, જેને કારણે છોકરો છોકરીને કિસ કરે છે.
ત્યારબાદ, છોકરી ઉભી થઇ જાય છે અને ત્યાંથી જવા લાગે છે, પછી સિનિયર વિદ્યાર્થી તેનો હાથ પકડીને તેને બેસાડતો જોવા મળે છે. હાથમાં રાખેલી લાકડી બતાવીને તેને ડરાવી રહ્યો છે. આ સમગ્ર મામલા અંગે અંદાજે 20 સિનિયર વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે, જેમાં કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વિરોધ કરવાને બદલે તે ખડ ખડાટ હસતી જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.