એવી તો શું આપત્તિ આવી પડી કે, વોટ્સએપ પર ‘મને માફ કરજો’ સ્ટેટ્સ મૂકી યુવાને જીવન ટુકાવી લીધું

આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલ આવી જ એક ઘટના માંડવી(Mandvi) તાલુકાના મેરાઉ(Merau) ગામમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના મેરાઉ ગામના રહેવાસી હેમરાજભાઇ રતનશીભાઇ ખાંભલા (ઉ.વ.42)નું અસલ કાગળો સાથેનું પર્સ(Purse) ખોવાઇ ગયું હતું. જેનું મન પર લાગી આવતાં મંગળવારે બપોરે પરણિત યુવકે મતિયા દેવના મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડ પર રસ્સો બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અસલ દસ્તાવેજ સાથેનું પાકિટ ખોવાયું તો આત્મઘાતી પગલું ભર્યું:
મળતી માહિતી મુજબ, મેરાઉ ગામે પીર ફળિયામાં રહેતા મૃતક હેમરાજભાઇ રતનશીભાઇ ખાંભલા (ઉ.વ.42)નું સોમવારે રાત્રી દરમિયાન જરૂરી કાગળો સાથેનું પાકિટ ઘરની આસપાસ ક્યાંક ખોવાઈ ગયું હતું. તેમાં કોઇ મહત્વના અસલ દસ્તાવેજ હતા, જેના કારણે તે ખુબ જ ચિંતામાં હતો અને તેથી તેણે ગામમાં મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા ઝાડ પર રસ્સો બાંધીને આપઘાત કરી લીધો હતો. મંગળવારના બપોરે બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.

યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખી ઘરેથી નીકળી ગયો:
જાણવા મળ્યું છે કે, બપોરે દોઢ વાગ્યે મૃતક હેમરાજભાઇએ પોતાના મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટ્સમાં મિસ યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખી ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ મૃતકના પત્નીએ તેમના દિયરને તપાસ કરવા કહ્યું હતું. જેથી મૃતકના ભાઇએ આસપાસ તપાસ કરી ત્યારે મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા એક ઝાડ પર ભાઇ હેમરાજભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. આ વાતની જાણ થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

મૃતકે પર્સ ખાવાયા અંગે ગ્રુપમાં મેસેજ કરી તમામને ફોન કર્યા:
તેમનું પર્સ ખોવાયાની જાણ હેમરાજભાઇએ દરેકને કરી હતી. હેમરાજભાઇએ અસલ કાગળો સાથેનું પર્સ ખોવાઇ ગયા બાદ તેમના મિત્ર વર્તુળના ગૃપમાં મેસેજ કર્યો હતો કે, પર્સ ખોવાયું છે. કોઇને પણ પર્સ મળે તો જણાવજો. પણ સવાર સુધી પાકિટ ન મળતાં તમામ મિત્રોને ફોન કરીને પાકિટ મળ્યું તે પુછવા માટે ફોન પણ કર્યા હતા. પરંતુ પાકિટનો કોઇ અતોપતો ન મળતાં આખરે માનસિક તાણમાં આવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું. 42 વર્ષીય યુવકના આપઘાતના પગલે સમગ્ર પંકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *