શા માટે ઓફીસ અને મોલમાં શૌચાલયના દરવાજા નીચેથી ટૂંકા રાખવામાં આવે છે?- જાણો ચોંકાવનારા તથ્યો  

આપણે બધા મોલ(Mall), સિનેમા હોલ(Cinema hall) અને ઓફિસોમાં શૌચાલય(Office toilet)નો ઉપયોગ કરીએ છીએ અને આ તમામ સ્થળોએ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. તમે બધાએ પણ…

આપણે બધા મોલ(Mall), સિનેમા હોલ(Cinema hall) અને ઓફિસોમાં શૌચાલય(Office toilet)નો ઉપયોગ કરીએ છીએ અને આ તમામ સ્થળોએ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. તમે બધાએ પણ જોયું હશે કે, આ શૌચાલયોના દરવાજામાં નીચેથી જગ્યા રાખવામાં આવેલી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દરવાજાને નીચેથી નાનો રાખવા માટે કદાચ કોઈ વૈજ્ઞાનિક કારણ ન હોય, પરંતુ તેની પાછળના તથ્યો ચોંકાવનારા છે. એવું માનવામાં આવે છે કે દરવાજાને નીચેથી નાના રાખવાના ઘણા ફાયદા છે, જે અમે તમને વિગતવાર જણાવીએ છીએ.

સ્વચ્છ રાખવા માટે જરૂરી:
સ્વચ્છતાના સંદર્ભમાં, આપણે બધા સ્વચ્છ શૌચાલયોનો ઉપયોગ કરવા માંગીએ છીએ. તેથી તેની સફાઈ ખૂબ મહત્વની છે અને જો શૌચાલયના દરવાજા જમીનની ખૂબ નજીક હોય તો સફાઈ કરવામાં સમસ્યા સર્જાશે. આ સિવાય પાણી અને ભેજને કારણે દરવાજાને નુકશાન થશે. હવે જો દરવાજા નીચેથી ખુલ્લા હોય તો સફાઈ સરળ બને છે અને અટવાયેલા પાણીની સમસ્યા પણ દૂર થાય છે.

મુશ્કેલ સમયમાં મદદરૂપ:
જો શૌચાલયના ઉપયોગ દરમિયાન બીમાર વ્યક્તિને કંઇક થાય છે, તો નાના દરવાજા તેની સુરક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો નીચેથી હવાનો સતત પ્રવાહ હોય તો ગૂંગળામણ કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ જાતે જ થઇ જાય છે. કટોકટીની સ્થિતિમાં બહાર નીકળવું હોય તો તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહેતી નથી

કોઈ પરેશાન કરશે નહીં:
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે લોકો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ ઈચ્છતા નથી અને જ્યારે તમે જાહેર સૌચાલયનો ઉપયોગ કરો છો, ત્યારે તેની આશંકા વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે શૌચાલયમાં દૂરથી જોશો, તો તમે અંદર બેઠેલી વ્યક્તિને સરળતાથી જોશો અને તમે દરવાજો નહિ ખખડાવો.

ધૂમ્રપાન બંધ કરવામાં અસરકારક:
લોકો વારંવાર જાહેર શૌચાલયમાં બેસીને બીડી, સિગારેટ, ગુટખાનો ઉપયોગ કરે છે. જો દરવાજો સંપૂર્ણપણે બંધ હોય તો અનુમાન લગાવવું થોડું મુશ્કેલ બની જાય છે. પરંતુ જો દરવાજા નીચેથી નાના હોય તો ધુમાડો તરત જ બહાર આવશે, જેના લીધે અંદર ધુમાડો રહે નહિ અને ગુંગળામણ થાય નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *