હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કેસ અટકાવવા માટે સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા નું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર નીકળતા લોકો એ માસ્ક ન પહેર્યું હોય તો સરકારી કર્મચારીઓ તેમને ઊભા રાખીને તેમની પાસેથી દંડ ઉઘરાવતા હોય છે. તેમ છતાં અમુક લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ ફરતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સુરતના જાગૃત નાગરિક જીગ્નેશ મેવાસા દ્વારા ફેસબુક લાઈવ વિડીયોમાં કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ સરકારી અધિકારીઓ ખુદ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે. લોકો પાસેથી મસમોટો દંડ ફટકારતા અધિકારીઓ જ કચેરીઓમાં માસ્ક વગર ફરતા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો સુરત કતારગામ ઝોન ઓફિસનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝોન ઓફીસ માં સરકારી અધિકારીઓ માસ્ક વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
સામાન્ય જનતા પાસેથી 500-1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જીગ્નેશ મેવાસા દ્વારા ફેસબુક ઉપર લાઈવ કરીને અધિકારીઓને પૂછે છે કે, સાહેબ માસ્ક કેમ નથી પહેર્યું? ત્યારે જ અધિકારી નાક પર માસ્ક ચડાવી દે છે. આવી રીતે આખી ઓફિસમાં દરેક અધિકારીઓ પાસે જઈને જોવામાં આવે ત્યાં મોટાભાગના અધિકારીઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.
ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે, આવા અધિકારીઓ પાસેથી શું દંડ વસૂલ કરવામાં આવશે? શું માસ્ક વગર સામાન્ય જનતા પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે? સરકારી અધિકારીઓને કોરોના આવી શકતો નથી? સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમો શું આમ જનતા માટે જ છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle