મારુતિ સુજુકીએ લોન્ચ પહેલા જ તેની Micro SUV S-Presso ની તસવીરો માર્કેટમાં રજૂ કરી દીધી છે. આ કાર 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. થોડા દિવસ પહેલા જ કંપનીએ કારનું ચિત્ર જાહેર કરેલું હતું. પરંતુ હવે કારની ઓફિશ્યલ તસવીરો કંપની દ્વારા રજૂ કરી દેવામાં આવી છે. તસવીરો પરથી ખબર પડે છે કે, ફ્રંટમાં શાનદાર બંપર અને ઊંચું હુડ છે. તો હેલોજન હેડલેમ્પ છે. સાઈડથી જોઈએ તો આ કાર મિની SUV જેવી જ દેખાય છે. ટાયરની વાત કરીએ તો કારમાં એલૉયના બદલે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કંપની યંગ પ્રોફેશનલ્સ, કોલેજ સ્ટુડન્ટ અને પહેલીવાર કાર ખરીદનારા લોકો પર વધુ ધ્યાન આપશે. કારનો ફ્રંટ અને બેક ભાગ SUV જેવો જ જોવા મળે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, કારમાં ફ્લોટિંગ ટાઈપ ટચ સ્ક્રીનની સાથે એન્ડ્રોયડ ઓટો અને એપ્પલ કાર પ્લે હશે. તેના સિવાય કારમાં સુઝુકી સ્માર્ટ પ્લે પણ હશે.
કારમાં સારા સેફ્ટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. જેમાં ડ્યુઅલ એરબેગ, રિયર પાર્કિંગ સેંસર, સ્પીડ અને સીટ બેલ્ટ એલર્ટ રહેશે. એન્જિન વિશે હજુ સુધી જાણકારી મળી નથી. પણ Wagon Rની જેમ આ કારમાં પણ 1.0 લીટર પેટ્રોલ એન્જિન અને 1.2 લીટર ડીઝલ એન્જિન હોય શકે છે.
મોટી-મોટી ગાડીઓને આપશે ટક્કરઃ
મારુતિ સુજુકીની કાર લાઈન-અપમાં S-Presso Alto થી ઉપર રહેશે. કારમાં આપણને 1.0 લીટર 3 સિલેન્ડર એન્જિન પણ સાથે મળશે. જે Alto K10 અને Wagon R માં પણ જોવા મળે છે. તે સિવાય કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાસમિશન બન્ને મળવાની આશા છે. S-Presso લોન્ચ થયા પછી Renault Kwid ને તે ટક્કર આપી શકે છે. આ કારની કિંમતની વાત કરીએ તો કંપની તેને 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.