સર્વિસમાં પણ બેકાર છે ઇલેક્ટ્રિક સ્કુટર! આ માણસ એટલો કંટાળ્યો કે, પેટ્રોલ છાંટી લગાવી લીધી આગ

ઓલા સ્કૂટરમાં આવી રહેલી સમસ્યાઓના ઘણા સમાચાર હવે સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો તામિલનાડુનો છે જ્યાં ઓલા સ્કૂટરથી પરેશાન વ્યક્તિએ પોતાના સ્કૂટર પર પેટ્રોલ…

ઓલા સ્કૂટરમાં આવી રહેલી સમસ્યાઓના ઘણા સમાચાર હવે સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો તામિલનાડુનો છે જ્યાં ઓલા સ્કૂટરથી પરેશાન વ્યક્તિએ પોતાના સ્કૂટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક મીડિયા ચેનલ પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ તેનું Ola S1 Pro સ્કૂટરને આગ ચાંપી દીધી હતી. આ ઘટના તમિલનાડુના અંબર બાયપાસ રોડ પાસે બની હતી, જ્યાં ડૉ. પૃથ્વીરાજે તેમના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાડી હતી. સમાચાર અનુસાર, તેમને આ સ્કૂટરની ડિલિવરી 3 મહિના પહેલા જ મળી હતી. તે સ્કૂટરની રેન્જથી ઘણો નારાજ હતો. આ સ્કૂટરની રેન્જ વિશે જે દાવો કરવામાં આવે છે, તેનું સ્કૂટર દૂર દૂર સુધી તેની સાથે મેળ ખાતું નથી. જે દિવસે તેણે સ્કૂટરને આગ લગાડી, તેનું ઓલા સ્કૂટર માત્ર 44 કિમી ચાલ્યા પછી બંધ થઈ ગયું.

ઓલા સ્કૂટરમાં આવી રહેલી આ સમસ્યા અંગે ડૉ. પૃથ્વીરાજે કંપનીની ગ્રાહક સેવાને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેમને કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. આ પહેલા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ઓલા સ્કૂટરનો એક અનોખો વીડિયો પણ સામે આવ્યો હતો. અહીં ગ્રાહક સેવાના જવાબથી નારાજ એક વ્યક્તિએ પોતાના ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધીને જાહેરમાં ફેરવ્યું હતું.

બીડ જિલ્લાના રહેવાસી સચિન ગિટ્ટેએ તાજેતરમાં જ ઓલા પાસેથી ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. થોડા જ દિવસોમાં સ્કૂટરમાં ખામી સર્જાવા લાગી અને તે બંધ થઈ ગયું. તેણે આ અંગે ઓલાની ગ્રાહક સેવાનો સંપર્ક કર્યો, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં. આનાથી ગુસ્સે થઈને તેણે ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધીને આખા શહેરમાં ફેરવ્યું હતું. આ સાથે તેણે બેનર લગાવીને લોકોને ઓલા પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી.

Ola દાવો કરે છે કે, તેનું Ola S1 Pro સ્કૂટર સિંગલ ચાર્જ પર 181 કિમીની રેન્જ આપે છે. તેની હાઇપર ડ્રાઇવ મોટર 8.5kW પાવર અને 58Nm ટોર્ક જનરેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *