નવજાત આંખો ખોલે તે પહેલા જ મળ્યું દર્દનાક મોત- સુરતમાં કચરા માંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

સુરત (Surat) શહેરમાંથી ફરી એક વખત માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં કચરાના ઢગલામાં તરછોડાયેલુ નવજાત બાળક મળી આવતાં, ચારે તરફ ચકચાર મચી હતી. કચરાના ઢગલામાં તરછોડાયેલી હાલતમાં નવું જન્મેલું બાળક મળતા લોકોએ ક્રૂર માતા-પિતા પર રોષ ઠાલવ્યો હતો. કોઈ માતા-પિતા પોતાના સંતાનો સાથે આવું કેવી રીતે કરી શકે?

સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશ નગર પાસે કચરામાં ભંગાર પડેલી કારમાં નવજાત બાળકનો મૃતદેહ પડયો હતો. ક્રૂર માતા-પિતા નવજાતને તરછોડી બાળકને મોતના મુખમાં ધકેલી દીધું હતું. હજુ તો બાળકની આંખો પણ ખુલી નહોતી, તે પહેલાં જ બાળકે પાપી દુનિયાને અલવિદા કીધું હતું. બાળકને જોતા જ સ્થાનીકોએ બાળકને બચાવવા એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સ્થાનિકોને જાણ થતા જ પોલીસને આ વિશે જાણ કરી હતી. તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કચરાના ઢગલામાં નવજાત બાળક મળી આવતાં લોકોમાં એરા ટેટી મચી હતી. ઘટના સ્થેળે પહોચેલી ડોક્ટરની ટીમે સૌથી પહેલા બાળકની ધડકનની તપાસ કરી હતી. ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવતા કહ્યું કે, બાળક આઠ માસનું કે તેનાથી ઉપરનું લાગે છે.

બાળકને ચેક કરતા ધબક્કારા ન આવતા મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યું છે. ડોક્ટરે જણાવતા કહ્યું હતું કે, મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી છે. હાલ બાળક કોનું છે, તેની કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ નથી. પોલીસે નવજાતના બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. બાળકને તરછોડવા પાછળનું કારણ પણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *