વડોદરા / ગાયો મહિલાને ખૂંદતી રહી ને લોકો વિડીયો ઉતારતા રહ્યા… તરફડતાં મારતા વૃદ્ધા જીવની ભીખ માંગતા રહ્યા પણ કોઈ બચાવવા ન ગયું!

વડોદરા (Vadodara): ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા વડોદરા શહેર માંથી વધુ એક દુઃખત ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલા માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર…

વડોદરા (Vadodara): ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા વડોદરા શહેર માંથી વધુ એક દુઃખત ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલા માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનામાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ મહિલા રસ્તા પર પડી ગયા છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરવામાં આવી હતી. જોકે, તે તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેનનું કરુણ મોત થયું હતું.

ગઈકાલે વડોદરાના માણેજા વિસ્તારમાં બે ગાયે શિંગડે ભેરવી એક વૃદ્ધાને કચડી નાખતા વૃદ્ધાનું કરુણ મોત થયું હતું, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. ગાય ભેટીઓ પર ભેટીઓ મારતી હતી અને વૃદ્ધા ત્યાં હાજર લોકોને બચાવવા કણસતી રહી હતી, વૃદ્ધા ચીસો પડી રહી હતી કે, ગાયને કોઈ મારો, તેને હટાવો. પરંતુ કોઈ પણ તેમને બચાવવા માટે આવ્યા ન હતા. ત્યાર બાદ અંતે દર્દથી પીડાઈને વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

આ સમગ્ર ઘટના નજરે જોનાર પંચરત્ન સોસાયટીમાં રહેતા સંતોષબેને કહ્યું કે, બપોરે જમીને અમે ઘરમાં આરામ કરી રહ્યા અને ત્યારે અચાનક કોઇ મહિલાનો બચાવો બચાવોનો અવાજ આવા લાગ્યો. ત્યારે અમે ભાર આવીને જોયું ત્યારે ગાય વૃદ્ઘા પર હુમલો કરી રહી હતી.

ગાય વૃદ્ઘાને બચકાં પણ ભરી રહી હતી. જયારે સોસાયટીના લોકોએ ગાયને પથ્થર મારીને ભગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગાય લોકો પર હુમલો કરવા દોડી હતી અને તે જોઈને લોકો પાછા હટી ગયા હતા. ત્યારે જ એક યુવક ત્યાં બાઇક લઇને આવ્યો અને ગાય ત્યાંથી હટી ગઇ હતી. ત્યાર બાદ યુવક વૃદ્ઘા પાસે બાઇક મુકીને જતો રહ્યો.

આ સંગત ઘટનાનો સ્થાનિક રહીશોએ વીડિયો ઉતાર્યો પણ કોઈએ વૃદ્ધાને ગાયથી બચાવવા હિંમત કરી નહતી. ત્યાર બાદ અંતે સ્થળ પર નિઃસહાય અને અશક્ત વૃદ્ધાએ દમ તોડ્યો હતો. એક તરફ મહિલા મદદ માટે બુમો પાડી રહી હતી અને બીજી તરફ લોકો વીડિયો બનાવી રહ્યા હતા. ગાય વારંવાર આવીને મહિલા પર હુમલો કરતી હતી.

ઘટના બાદ પોલીસને જાણ કરવામાં અવી હતી અને પોલીસ તરતજ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારે આ ઘટના અંગે પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આ મામલે પોલીસે બંને ગાયના માલિક કિરણ મૂળજીભાઈ રબારી (ઉંમર વર્ષ 27) સામે મનુષ્ય વધનો ગુનો નોંધીને શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *