જુઓ કેવી ચાલાકીથી જસદણની આ મહિલાએ આંખના પલકારામાં સરકાવી લીધા દાગીના- વિડીયો જોઈ અંધારા આવી જશે

રાજકોટ(Rajkot): ચોરી (theft)ના બનાવો શહેરમાં ખુબ જ વધી રહ્યા છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ(Jasdan) તાલુકામાં જ્વેલરી શોપ (Jewelery shop)માં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્‍ય બે મહિલાઓ ફરાર છે. જેને લઈને હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, જસદણના ચીતલિયા રોડ પર અવસર જ્‍વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસિયાની શોપમાં દાગીના ખરીદવાના બહાને ત્રણ મહિલા આવી હતી. જેઓએ માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત લગભગ 35,000 આસપાસ હતી, તેની ચોરી કરી હતી. ત્યારે મહિલાઓ દુકાનમાંથી નીકળી ગયા પછી માલિકને આ કારીગરીની ખબર પડી હતી.

ત્યારબાદ તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને પગલે મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે સાગરીતની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે.

સોનાની બે બૂટીની ચોરી કરી:
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માંગ્ય હતા. આ દરમિયાન ફરિયાદીની નજર ચૂકવી સોનાની બૂટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગઈ હતી. ત્યારબાદ CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનારી સવિતા હકાભાઇ ભોજવિયાને ઝડપી લીધી હતી, જ્‍યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *