સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક આશ્વર્યજનક સમાચાર સામે આવતા રહેતાં હોય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે તેમજ તમે ચોક્કસપણે બોલી ઉઠશો કે, આવું કેવી રીતે શક્ય છે!
ટૂથબ્રશ તો તમે દરરોજ કરો છો પણ થડો વિચાર કરો કે, ટૂથબ્રશ પેટમાં જતું રહે તો શું થાય. જો કે, તમને એવું લાગતું હશે કે, આવું કઈ રીતે સંભવ છે પણ આવી જ એક ચોંકાવનારી ઘટના ઔરંગાબાદ સરકારી મેડિકલ કોલેજમાંથી સામે આવી રહી છે.
એક વ્યક્તિ બ્રશ કરતી વખતે ટૂથબ્રશ ગળી ગયો હોવાંથી તેની તબિયત લથડી ગઈ હતી. જો કે, ઓપરેશન કર્યાં પછી તેની તબીયત સ્થિર થઈ હતી. મળી રહેલ જાણકારી મુજબ વિજય જનાર્ધન જાધવ નામનો યુવાન 26 ડિસેમ્બરનાં રોજ સવારમાં બ્રશ કરતી વખતે મોં ઉપર કર્યું તો આ દરમિયાન ટૂથબ્રશ તેના પેટમાં જતો રહ્યો હતો.
ત્યારપછી તેના પેટમાં દુઃખાવો થવાં લાગ્યો હતો જેથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ એક્સ-રે કરાવ્યો પણ તેના પેટમાં બ્રશ જોવા મળ્યું નહીં. ત્યારપછી તેનું સીટીસ્કેન કરાવવામાં આવ્યું હતું. જેમાં પેટમાં બ્રશ ફંસાયેલ જોવાં મળ્યો હતો.
સીટીસ્કેન રીપોર્ટ આવ્યા પછી 8 ડોક્ટરોની એક ટીમ દ્વારા તેની સર્જરી કરીને ટૂથબ્રશને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વિજય જનાર્ધન જણાવે છે કે, ડોક્ટરોને લીધે તેને બીજી જીંદગી મળી છે. હવે તે પહેલા કરતા સારું મહેસૂસ કરે છે. હવે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. તેના પેટમાં ફંસાયેલ ટૂથબ્રશ કાઢવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.