ઓમિક્રોન કોરોનાની દહેશત ભારતમાં, આ રાજ્યમાં મળી આવ્યા બે પોઝિટિવ કેસ!

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ને લઇને ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHOએ જણાવતા કહ્યું છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કોરોના(Corona)ના ડેલ્ટા વેરિએન્ટથી 5 ગણો વધુ ખતરનાક છે અને…

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ને લઇને ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHOએ જણાવતા કહ્યું છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કોરોના(Corona)ના ડેલ્ટા વેરિએન્ટથી 5 ગણો વધુ ખતરનાક છે અને આ પ્રકારનો વેરિએન્ટ ઝડપથી ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ વેરિએન્ટ 29 દેશમાં ફેલાઇ ચૂક્યો છે.

કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ભારતમાં સામે આવ્યા છે. કર્ણાટક રાજ્યમાં આ પ્રકારના 2 સંક્રમિત મળી આવ્યા છે. ગુરુવારે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોવિડના ઓમિક્રોન કેસની પુષ્ટિએ ચિંતા વધારી છે.

બંને કેસ કર્ણાટકમાં નોંધાયા છે અને આ કેસ 66 અને 46 વર્ષની વયના બે વ્યક્તિઓમાં નોંધાયા છે. તે બંનેમાં નાના લક્ષણો છે. વિશ્વમાં અત્યાર સુધી ઓમીક્રોનના જે કેસો નોંધાણા છે તેમાં કોઈ ગંભીર લક્ષણો નથી.

માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વિશ્વનો સૌથી ખતરનાક પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોનના 373 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *