ઓમિક્રોને તો હદ વટાવી! ભારતમાં નવા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર- ગુજરાતના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશે

દેશમાં કોરોના(Corona) વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન(Omicron) હવે લોકોને ઝડપથી પોતાના નિયંત્રણમાં લઈ રહ્યું છે. આ આંકડો હવે 700ને પાર કરી ગયો છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીનો પહેલો કેસ ગોવા અને મણિપુરમાં પણ નોંધાયો છે. તે જ સમયે, દિલ્હીમાં ‘યલો એલર્ટ’ લાગુ કરવામાં આવ્યું છે. આ સાથે રાજધાનીમાં અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન કેસનો આંકડો 73 પહોંચી ગયો છે. જ્યારે 17 લોકોએ ઓમિક્રોનને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. સાથે જ કોરોનાના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

અહીં કેસ વધતાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ મોકલીને તૈયારીઓને વધુ તીવ્ર બનાવવા કહ્યું છે. દિલ્હીમાં લગભગ 7 મહિના પછી રેકોર્ડ કેસ નોંધાયા છે. એક દિવસમાં લગભગ 500 વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

ઓમિક્રોન સંક્રમણ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે. સ્થિતિ હવે ચિંતાજનક બનતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ પણ ઘણા મહિનાઓ પછી ફરી નોંધવા લાગ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, બે હજારથી વધુ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે મુંબઈમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *