ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણની સાથે સાથે ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન(Omicron) વેરિયન્ટના 23 નવા કેસ સાથે જ અત્યાર સુધીમાં કુલ 136 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 65 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં ઓમિક્રોનને લઇને અત્યાર સુધીમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી .
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 11 નવા કેસ સાથે કુલ કેસનો આંક 50 પર પહોચ્યો છે, સુરત શહેરમાં નવા 4 ઓમિક્રોનના કેસ સાથે કુલ આંકડો 16 , તો વડોદરામાં નવા 2 ઓમિક્રોનના કેસ સાથે કુલ આંકડો 23 પર પહોંચી ગયો છે. નવા કેસમાં આણંદમાં 2 કેસ, કચ્છમાં 2 કેસ, ખેડામાં 1 કેસ અને રાજકોટમાં 1 ઓમિક્રોન કેસ નોંધાયો છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.
જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.