10 ડિસેમ્બર, મંગળવારે આ રાશિના જાતકો પર રેહશે ગણપતિ ની કૃપા

મેષ રાશી ભવિષ્ય તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર…

મેષ રાશી ભવિષ્ય

તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. આજે તમારા ભાઈ બહેનો તમારા થી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો. જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝગડી શકો છો. આમ કરવા થી તમારો મૂડ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

વૃષભ રાશી ભવિષ્ય

વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તમારા માટે સમય ની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીક ના લોકો સાથે સમય પસાર કરો. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

મિથુન રાશી ભવિષ્ય

ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. આજે તમને ધન ખર્ચવા ની જરૂર નહિ પડે કેમકે ઘર ના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રૉમાન્‌ મળવાથી તેમનો જુસ્સો વધશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમે એક નવી પુસ્તક ખરીદી ને અને ઓરડા માં સ્વયં ને બંધ કરી ને આખો દિવસ પસાર કરી શકો છો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

સિંહ રાશી ભવિષ્ય

તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. ઘર ના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આના થી તમે ભવિષ્ય ની ઘણી પરેશાનીઓ થી બચી જશો. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. તમારા કામમાં સમાન વિચારધારા ધરાવતા મિત્રોની મદદ લો. તેમની સમયસરની મદદ તમારી માટે મહત્વની તથા લાભકારક પુરવાર થશે. તબીબી ટ્રાન્સક્રિપ્શન માટે બહુ સારો દિવસ. આજ ના સમય માં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

તુલા રાશી ભવિષ્ય

તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. દિવસ ની શરૂઆત માંજ તમને કોઈ આર્થિક હાનિ થયી શકે છે જેથી આખું દિવસ ખરાબ થયી શકે છે. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

મીન રાશી ભવિષ્ય

તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજ ના દિવસ ને તમે સારી રીતે પસાર કરી શકો છો। તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *