ગુજરાત ભાજપમાં લાગેલ દાવાનળને લઈને નીતિન પટેલને પુછાતા ચાલતી પકડી

દર વખતે દરેક વિષય પર લાંબા જવાબો આપતાં ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલએ આજે મીડિયાને ચાલતી પકડી હતી. ભાજપમાં આંતરિક વિખવાદને લઈ પત્રકારોએ પૂછતાં તેમણે કંઈપણ કહેવાનું ટાળી દીધું. અને સીધેસીધા તેમના આગળના કાર્યક્રમમાં જતા રહ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં તિરંગાયાત્રા કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.આવ્યા ત્યારે તેમણે મીડિયાને એવું કહી દીધું કે હું મારા પ્રોગ્રામ માટે આવ્યો છું અને મને તે કરવા દો. મહત્વનું છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામુ આપ્યા બાદ તેમના સમર્થકોએ પણ રાજીનામા આપી દીધા છે. તો આ ઉપરાંત પણ ભાજપમાં અનેક હોદ્દેદારોમાં આંતરિક અસંતોષ છે. ત્યારે નીતિન પટેલે આ અંગે કંઈપણ કહેવાને બદલે મૌન સાધી લીધું.

પરેશ ધાનાણીએ પણ પ્રતિક્રિયા આપી

ગઈ કાલે કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. રૂપાણીએ ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ રજુ કર્યો છે. રૂપાણીએ કહ્યુ કે જે થશે તે સારૂ જ થશે. રૂપાણીએ કહ્યુ કે કેતનભાઇ એક જવાબદાર ધારાસભ્ય હતા. નાના મોટા પ્રશ્નો સરકારમાં થતા હોય છે તેને ઉકેલવા સતત પ્રયત્નશીલ હોય છે. સાથે-સાથે ભાજપના ઘણા ધારાસભ્યો નારાજ હોવાના કોંગ્રેસના નિવેદન પર પણ નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસને આમાં ખુશ થવા જેવુ નથી. કોંગ્રેસના પણ ધારાસભ્યો પણ રાજીનામાં આપવા લાઇનમાં ઉભા છે.

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા ખુલ્લી ઓફર આપવામાં આવી છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ જણાવતા કહ્યું કે, ભાજપમાં ઇમાનદાર લોકો રહી શકે તેમ નથી. આગામી સમયમાં ભાજપમાં અનેક ધારાસભ્ય રાજીનામા આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *