હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન દેવનો સુવર્ણ વાઘા સાથે ગુલાબના ફુલોનો કરવામાં આવ્યો દિવ્ય શણગાર

Salangpur Kashtabhanjandev: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર…

Salangpur Kashtabhanjandev: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરીસરમા(Salangpur Kashtabhanjandev) સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું.

લોકડાયરો, અન્નકૂટ, પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન
આ પ્રસંગે દરમિયાન લોકડાયરો, અન્નકૂટ, પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુરધામના શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે મહામહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઇ છે. મંદિરમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વખતે સૌપ્રથમવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરાઇ છે. આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયો છે.

250 કિલોની કેક કાપી દાદના જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી યોજાઈ હતી. તેમજ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે મંદિર પરીસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી દાદના જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે
સાળંગપુરમાં આગામી તા. 21મી એપ્રિલને રવિવારે શ્રી કષ્ટભંજનદેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4.00 કલાકે કરાયુ હતુ. રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. તા. 22મીને સોમવારે 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 4 કલાકે કરાયો હતો.

જ્યારે તા. 23મીને શ્રી હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે, શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાયા છે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. જેમાં 500થી વધુ લોકો ભાગ લેશે. હનુમાન જયંતીના દિવસે 5 હજાર કિલો ફૂલથી સમગ્ર મંદિર શણગારાશે. તેમજ સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે. જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહ મહાઆરતી કરાશે.