બુલેટરાજાઓ હવે નહીં ફોડી શકે ફટાકડા: બુલેટમાં મોડીફાઈડ સાયલન્સર નખાવ્યું તો ગયા સમજો, જાણો સમગ્ર મામલો

Modified Silencer in Bullet: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ બાઈક મોડીફાઇ કરવાનો ઘેલો લાગ્યો છે, જેને લઇ છેલ્લા એક મહિનાથી મોડીફાઈડ બાઇક અને મોડીફાઈડ સાઈલેન્સર…

Modified Silencer in Bullet: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ બાઈક મોડીફાઇ કરવાનો ઘેલો લાગ્યો છે, જેને લઇ છેલ્લા એક મહિનાથી મોડીફાઈડ બાઇક અને મોડીફાઈડ સાઈલેન્સર વાળી બાઈકને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસે છેલ્લા એક મહિનાથી મોડીફાઈ સાઈલેન્સર(Modified Silencer in Bullet) વાળા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સુરતના તમામ ઝોનના અધિકારીઓ મોડીફાઈ બાઈક અને મોડીફાઈડ સાઈલેન્સર વાળી ગાડીઓને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઝોન ચાર દ્વારા છેલ્લા એક મહિનામાં 3498 મોડીફાઈડ અને મોડીફાઈડ સાઈલેન્સર વાળી લક્ઝુરિયસ બાઇક જપ્ત કરી છે. આ ઉપરાંત17.60 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

મોડીફાઈ સાઇલેન્સર વાળી ગાડીઓને પકડી કરી કાર્યવાહી
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટસ બાઈક મોડીફાઈ કરવાનો ઘેલું લાગ્યું છે ત્યારે નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનરે ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવાત મોડીફાઈ સાઈલેન્સર વાળા બુલેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કર્યા છે, તેના પગલે આખાય શહેરમાં આજે તા. 24 એપ્રિલે સવારથી પોલીસ અધિકારીઓ મોડીફાઈ સાઇલેન્સર વાળી ગાડીઓને પકડવા રસ્તા પર ઉતરી પડ્યા હતા.ઝોન ચાર નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક વર્ષમાં 200થી 300 જેટલી મોડીફાઇ સાઇલેન્સર વાળી ગાડી પર કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં 25થી વધુ સાઇલેન્સર કાઢેલી ગાડીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી છે.

બુલેટને સાઇલેન્સરમાં મોડીફાઇ કરવામાં આવી
સુપ્રીમ વધુ પડતો કોર્ટના આદેશ બાદ અવાજ ધરાવતા વાહન ચાલક પર નિર્દેશ ને થયેલા પગલા ભરવાના લઈને નવા નિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ રસ્તા ઉપર સાયકલને મોડીફાઈ ગેહલોત એ શહેરના ધૂમ સ્ટાઇલથી મોટર સ્પોર્ટ બાઈકમાં કરી સાઈલેન્સર માં ફેરફાર કરીને મોટો ઘોંઘાટ અવાજ વિરુદ્ધ કરતા વાલી વાહન ચાલક કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ બાદ શહેરના કમિશનરે સુરત તમામ નાયબ પોલીસ વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેને લઈને શહેરમાં સુરત તમામ અધિકારીઓએ મોડીફાઇ કરેલા સાઇલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

3498 જેટલી બાઇક ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી
સુરતમાં છેલ્લા એક મહિનાથી મોડીફાઈડ બાઇક અને મોડીફાઈડ સાઈલેન્સર વાળી બાઈકને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી રહ્યું છે. સુરતના ઉમરા, અઠવા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરામાં મોડીફાઇ કરેલી સાયલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે મોડીફાઈ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન ચારના ડીસીપી વિજય ગુજ્જર દ્વારા છેલ્લા એક મહિનામાં 3498 જેટલી બાઇક ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી 17.60 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

ગુનાખોરીને અટકાવવા આવી બાઈકો પર કંટ્રોલ કરવો જરૂરી
આગામી દિવસોમાં ધૂમ સ્ટાઇલ કે અન્ય રીતે વાહન ચલાવતા વાહન ચાલાક વિરોધ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જેને લઈને ટ્રાફિક સમસ્યા ઉકેલો અને કોશિશ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે અને શહેરમાં વધતા જતા ગુનાખોરી અટકાવવામાં પણ આ મોડીફાઈ કરી લઈ વાહનો પર અંકુશ મેળવવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

125 ડેસીબલ જેટલો અવાજ
આગામી દિવસોમાં પણ આ મુહિમ ચાલુ રાખવામાં આવશે તેમ ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, જે બાઈક મોડીફાઇ કરવામાં આવે છે અને ખાસ કરીને સાઇલેન્સર મોડીફાઇ કરવામાં આવે છે. તેમાં 125 ડેસીબલ જેટલો અવાજ આવતો હોવાનું નોંધાયું હતું. જેને લઇને ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું. જોકે હાલ પોલીસે આ તમામ કબ્જે કરી તેના યોગ્ય દંડ ભરાવી અને મુક્ત કરી છે. સાથે સાથે આરટીઓને પણ આ સમગ્ર વિગતો અંગે જાણકારી આપવામાં આવી છે.